ભૈરવ દાદાને કરાઈ નયનરમ્ય આંગી:પાટણમાં પૌરાણિક ભૈરવ દાદાના મંદિરે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા, કોરોનાને પગલે ભાઈબીજના દિવસે ભરાતો ભવ્ય મેળો મોકૂફ રખાયો

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભૈરવ દાદાને સુંદર રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી કરાઈ - Divya Bhaskar
ભૈરવ દાદાને સુંદર રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી કરાઈ
  • પૌરાણિક મંદિરનું કાળી ચૌદશે વિશેષ મહત્વ હોઈ ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાયા
  • કાળી ચૌદશ નિમિત્તે ભૈરવ દાદાને સુંદર રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી કરાઈ

પાટણ શહેરના પારેવા સર્કલ વિસ્તારમાં આવેલા ભવ્ય પૌરાણિક મંદિર શ્રી કાળ ભૈરવ મંદિરમાં આજે બુધવારને કાળી ચૌદશના દિવસે ભૈરવ દાદાને સુંદર રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી કરાઈ હતી. જેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.

આ ભવ્ય પૌરાણિક મંદિરમાં સૂચના આધારે ભીડ ન થાય માટે દાદાના દર્શન માટે દિવસભર ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે આવીને દર્શન કરતા જોવા મળ્યા હતા. કોરોના મહામારીને લઇને આ વર્ષે મંદિર ટ્રસ્ટી ગણ દ્વારા ભગવાનની વિશેષ પૂજા સહીત ભાઈબીજના દિવસે મંદિર પરિસરમાં ભરાતો મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યો છે તેવું મંદિરના પુજારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...