રામદેવપીરને નોમના નેજા:પાટણના ભક્તોએ રામદેવ મંદિરે નોમના નેજા ચઢાવ્યા, પ્રસંગને યાદગાર બનાવ્યો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં ભક્તો દર્શન પૂજન માટે ઉમટ્યા

પાટણ શહેર સહિત જિલ્લાના રામપીર મંદિરે ભક્તો દ્વારા રામપીર ના મંદિર ભાદરવા સુદ નોમના દિવસે નેજ ચઢાવ્યા હતા. જ્યાં રામપીર મંદિર ખાતે સવારથી જ ભક્તોએ દર્શન પૂજન માટે ઉમટ્યા હતા.

ભક્તોએ પ્રસંગને યાદગાર બનાવ્યો
પાટણ શહેરના રેલવે સ્ટેશન નજીક સ્થાપિત બાબા રામદેવપીરના મંદિર પરિસર ખાતે નેજા ચડાવમા આવ્યા હતા. પાટણ શહેર સહિત જિલ્લાના અનેક ભક્તો પાટણ નજીક અનાવાડા પાસે આવેલ રામપીર મંદિરે ભક્તોએ વાજતે ગાજતે રામપીર મંદિરે નોમ ના નેજ ચઢવ્યા હતા તો પાટણ રેલવે સ્ટેશન નજીક આવેલા રામદેવપીરના મંદિરે નેજા ચડાવી ધન્યતા અનુભવી હતી.તો શહેર ના ઘેમરિયાવીર મંદિર ખાતે આવેલ રામપીર મંદિરે પણ ભક્તો વાજતે ગાજતે રામપીર ની ધજા સાથે પહોંચ્યા હતા અને મંદિરે નોમ ના નેજ ચડાવ્યા હતા .તો ખલીપુર ગામે આવેલ રામપીર મંદિરે નોમ ના નેજ ચઢાવ્યા હતા જ્યાં સવાર થીજ ભક્તો દર્શન માટે આવ્યા હતા. આ પવિત્ર પ્રસંગને સફળ બનાવવા મંદિરનાં પુજારી સહિત તેમનાં પરિવારજનો અને રામદેવપીરના ભક્તો દ્વારા જહેમત ઉઠાવી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...