તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:ભાદરવા સુદ નોમનાં પવિત્ર દિવસે અનાવાડાનાં રામદેવપીરના મંદિરે ભક્તો દ્વારા ધજા ચડાવાઇ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામદેવપીરના જય જય કાર વચ્ચે ભક્તોએ પાટણ શહેર અને જિલ્લામા આવેલા રામદેવપીરના મંદિરે વર્ષોની પરંપરા નિભાવી

શ્રાવણ અને ભાદરવા માસનું ધાર્મિક તહેવારની દૃષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ એટલે શિવભકિત, જ્યારે ભાદરવાનો પ્રારંભ એટલે પુત્ર ગણેશ અને ર્મા આદ્યશક્તિની આરાધનાના પવિત્ર દિવસો તો ભાદરવા સુદ નોમનો પવિત્ર દિવસ એટલે રણુંજાના રામદેવપીર યાત્રાધામમાં બાબાને ધજા નેજા અર્પણ કરવાનો વિશેષ દિવસ. ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી રણુંજાના રામદેવપીરના યાત્રાધામ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભકતો પરંપરાગત મુજબ દાદાને ધજાનેજા ચડાવી આર્શીવાદ મેળવે છે. ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વસતા રામદેવપીરના શ્રધ્ધાળુ ભકતોએ આ પરંપરાને અકબંધ જાળવી રાખી છે જિલ્લા અને શહેરના વિવિધ રામદેવપીરના મંદિર ખાતે ભક્તિ મય માહોલમા ધજા નેજા ચડાવી પોતાની પરંપરા નિભાવી હતી.

પાટણ નજીક અનાવાડા ગામ ખાતે આવેલ બાબા રામદેવપીરના પ્રાચીન સ્થાનક સ્થાનીક રહીશો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહ્યું છે. બુધવારના રોજ ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે પરંપરાગત મુજબ સમસ્ત અનાવાડા નાં ગામલોકોએ બાબારામદેવપીરને ધજા નેજા ચડાવવા માટે હરખધેલા બન્યા હતા.

શુભ મુહુર્તમાં મુખ્ય ધજાનેજાના યજમાન તેમજ અન્ય નાની મોટી ધજાઓના નેજા લઈ ગામલોકો નીજમંદિરે પહોંચ્યા હતા. તો પુજારી દ્વારા સમસ્ત નેજાઓને વધાવી મંદિરના શિખર ઉપર ચડાવી બાબા રામદેવપીરનો જયધોષ કરવામાં આવ્યો હતો.તો વર્ષોની પરંપરા મુજબ રામદેવપીર મંદિરે બાબાના ધજાનેજા ચડાવી ગામ લોકોએ ધન્યતા અનુભવી હતી.

શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ રામપીર મંદિર અને કનાથવાડા ઘેમરીયાવીર મંદિર પાસે આવેલા રામપીર મંદિર સહિત ખાલીપુર ગામે આવેલા રામપીર મંદિરે ભક્તો દ્વારા નેજા ચડાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...