સપ્ત રાત્રી મેળો:પાટણમાં પદ્મનાથજીના સપ્ત રાત્રી મેળાના અંતિમ દિવસે ભક્તોએ ધજા ચડાવી ધન્યતા અનુભવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણમાં ચાલી રહેલા ભગવાન શ્રી પદ્મનાથજીના સપ્ત રાત્રી મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. નિરંજન નિરાકાર સ્વામી પ્રજાપતિ પરિવારના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાથજીના સપ્ત રાત્રી રેવડીયા મેળાના અંતિમ દિવસ રવિવારના પાંચમના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

શ્રી પદ્મનાભ ભગવાનજીના સપ્તરાત્રી મેળાના અંતિમ દિવસે વર્ષોની પરંપરા અનુસાર પદ્મનાભ મંદિર પરિષરના સાનિધ્યમાં બિરાજમાન શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે સ્વર્ગસ્થ મનસુખભાઈ સ્વામી પરિવાર દ્વારા મંદિર શિખર પર ધજા ચડાવવાનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવી હતી.

શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિષરના શિખર પર ભગવાન ની ધ્વજા ચડાવવાના આ પાવન પ્રસંગે સ્વ.મનસુખભાઈ સ્વામીનાં સુપુત્રો હેતલબેન યશપાલ સ્વામી, ચેતનાબેન સતિષભાઈ સ્વામી સહિત મીનાબેન રાજેશભાઈ,તિલક, ત્રિશલા,નિધી,જયવીર દ્વારા હર હર મહાદેવનાં ગગનભેદી નારા સાથે વાતાવરણને ધર્મમય બનાવી ધ્વજા ચડાવવાની પરંપરાને નિભાવી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...