તુલસી વિવાહ:પાટણના રાણકીવાવ રોડ પર આવેલા નવીન કાલિકા માતાજી મંદિર પરિસરમાં દેવ ઉઠી અગિયારસે તુલસી વિવાહ યોજાયા

પાટણ2 મહિનો પહેલા
  • યજમાન પરિવારના ઘરેથી વાજતેગાજતે વરઘોડો નીકળ્યો ભક્તોએ તુલસી વિવાહના દર્શનનો લાભ લીધો

પાટણ શહેરની રાણકીવાવ રોડ પર આવેલા નવીન કાલિકા માતાજી મંદિર પરિસરમાં દેવ ઉઠી અગિયારસે રવિવારે રાત્રે તુલસી વિવાહ યોજાયા હતા. જેના દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી

શહેરના માતાના પાડમાં રહેતા યજમાન દિલીપભાઈ નાગરભાઈ પટેલના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જે નવીન કાલિકા મંદિર પહોંચ્યો હતો. જ્યાં તુલસી વિવાહ યોજાયા હતા. જેમાં દિલીપભાઈ નગરદાસ પટેલ પરિવારના યજમાન પદે ભક્તિમય માહોલમાં તુલસી વિવાહની ઉજવાયા હતા.

મંદિરના પૂજારી હરેશભાઇ મહારાજ અને શિવમ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...