અટકાયત:પાટણ જિલ્લાના કુખ્યાત પ્રોહી બુટલેગરની પાસા હેઠળ અટકાયત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ પોલીસે બુટલેગરની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી

પાટણ જિલ્લાના કુખ્યાત પ્રોહી બુટલેગરની પાસા હેઠળ પાટણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોકલીયા, સરહદી રેન્જ ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા અસામાજીક પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવાની સુચના કરી હતી. જેને પગલે પ્રોહી બુટલેગર્સ ચૌહાણ દિલીપસિંહ પ્રભાતસિંહ વિરૂદ્ધમાં તેના ગુનાઓ આધારે પાસા દરખાસ્ત એસ.આર.ચૌધરી પો.સબ.ઈન્સ. હારીજ પો.સ્ટે. નાઓએ તૈયાર કરી મોકલી આપ્યા હતા.

મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરીત્યારે બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવાનો હુકમ કરેલો હોઇ જે આધારે પોલીસ અધિક્ષક પાટણ નાઓએ સામાવાળાને શોધી કાઢવા કરેલી સુચના આધારે એસ.આર.ચૌધરી પો.સબ.ઈન્સ, હારીજ તથા પોલીસ સ્ટાફના માણસોએ સામાવાળાને શોધી કાઢ્યો હતો. તેમજ તારીખ 15ના રોજ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...