ધરપકડ:સમી પાસે પોલીસ પર છરીથી હુમલો કરી ખુનના આરોપીને ભગાડવાની કોશિશ કરનાર પિતા અને પુત્રની અટકાયત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સમી ત્રણ રસ્તા પાસે પોલીસ પર હુમલો કરવામાં બે શખ્શોને પકડી પાડ્યા. - Divya Bhaskar
સમી ત્રણ રસ્તા પાસે પોલીસ પર હુમલો કરવામાં બે શખ્શોને પકડી પાડ્યા.
  • પાટણ એ ડિવિઝન પોલીસે શંખેશ્વરના ખૂનના આરોપી સહિત 12 આરોપીઓનેે સુજનીપુર સબજેલમાં લઈ જતા હતા
  • ખૂનના આરોપીના પિતા અને ભાઈએ બાઈકથી સરકારી ગાડીનો પીછો કરી સમી ત્રણ રસ્તા પાસે ગાડી ઉભી રહેતા વાતચીત કરતા પીએસઆઈએ ઈન્કાર કરતાં હુમલો કર્યો હતો

રાધનપુર કોર્ટમાં આરોપીઓને મુદ્દતે હાજર કરી પોલીસ સરકારી વાહનમાં સુજનીપુર સબજેલમાં લઈને આવી રહી હતી તે વખતે સમી ત્રણ રસ્તા પાસે ડીઝલ પુરાવા માટે ગાડી ઉભી રહેતા પોલીસ જાપ્તામાં રહેલા શંખેશ્વરના ખૂનના આરોપી અનિલકુમાર ઉમેદભાઈ પ્રજાપતિને પોલીસ જાપ્તામાંથી ભગાડવા માટે તેના ભાઈ અને પિતાએ પોલીસ પર છરી વડે હુમલો કરતા એક કર્મચારી ઘાયલ થયા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને સળીયા પાછળ ધકેલી દીધા હતા.

પાટણ એ ડિવિઝન પીએસઆઇ દિલીપકુમાર વિશ્રામભાઇ ખરાડી પોલીસની ટીમ સાથે ગુરુવારે સવારે સરકારી વાહનમાં સુજનીપુર સબ જેલથી 12 આરોપીઓને રાધનપુર સેશન કોર્ટમાં મુદતમાં લઈને ગયા હતા બપોરના સમયે તમામ ની મુદત પૂર્ણ થતા પોલીસ જાપ્તા સાથે સરકારી વાહનમાં બેસાડી દીધા હતા તે વખતે આરોપી શંખેશ્વરના અનિલકુમાર ઉમેદભાઈ પ્રજાપતિને મળવા માટે તેનો ભાઈ નરેશ અને તેના પિતા ઉમેદભાઈ પીએસઆઇ સાથે જીદ કરતા હતા પરંતુ તેમણે મળવાની ના પાડી હતી અને નિયમ પ્રમાણે જેલ ખાતે મુલાકાત કરવા માટે સમજાવ્યાં હતા.

જેને પગલે તે બંને જણા ગુસ્સો કરી નીકળી ગયા હતા બાદમાં પોલીસ તમામ આરોપીઓને લઈ રાધનપુર સેશન કોર્ટથી પાટણ સબ જેલ ખાતે જવા માટે રવાના થઈ હતી ત્યારે એક બાઈક પર પિતા પુત્ર આરોપી જાપ્તાના સરકારી વાહનનો પીછો કરી પાછળ પાછળ આવતા હતા તે વખતે સમી ચોકડી ખાતે અનંત પેટ્રોલ પંપ ખાતે સરકારી ગાડી ડીઝલ પુરાવવા માટે રોકાઈ હતી તે વખતે તે બંને શખ્સોએ ગાડીની બારી પાસે બાઈક ઊભું રાખી જાપ્તાના આરોપી અનિલ પ્રજાપતિ સાથે વાતો કરવા લાગ્યા હતા.

ત્યારે પોલીસે વાતો કરવાની ના પાડતા તે બંને ઉશ્કેરાઇ અપશબ્દો બોલવા લાગતા પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરતા બંને શખ્શોએ પીએસઆઇ સાથે બોલાચાલી કરી હતી જેમાં નરેશે કમરમાંથી છરી કાઢી મૃત્યુ નીપજાવવાના ઈરાદાથી પીએસઆઇના પેટના ભાગે મારવાનો પ્રયાસ કરતા તેમની સાથેના કર્મચારીઓ વચ્ચે પડી બચાવવા જતા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નાથુભાઈને હાથની આંગળી ઉપર છરી વાગી હતી ત્યારે બાકીના પોલીસ કર્મચારીઓએ બંને શખ્સોને બળ પ્રયોગ કરી પકડી લીધા હતા અને તેમને સરકારી વાહનમાં બેસાડી સમી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈને સારવાર માટે સમી સી.એચ.સી ખાતે લઈ જવાયા હતા .

આરોપીના ભાઈએ PSI પર હુમલો કર્યો
આ અંગે તપાસ અધિકારી જે આર શુક્લાએ જણાવ્યું હતું કે નરેશ પ્રજાપતિ અને ઉમેદભાઈ પ્રજાપતિની અટકાયત કરવામાં આવી છે.છરી અને બાઈક જપ્ત કરવામાં આવ્યા છે તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. આરોપીના ભાઈ અને પિતા ઉશ્કેરાઇને મન ફાવે તેમ વર્તન કરવા લાગતા પીએસઆઇ સરકારી વાહનમાંથી નીચે ઉતરી તેમને સમજાવવાની કોશિશ કરતા હતા તે વખતે તેમણે પીએસઆઇ સાથે બોલાચાલી કરી હતી અને આરોપીના ભાઈ નરેશ પ્રજાપતિએ મૃત્યુ નીપજાવવાના ઇરાદાથી પીએસઆઇના પેટના ભાગે છરી મારવાની કોશિશ કરી હતી. પિતા પુત્રએ પોલીસ જપ્તાના આરોપીને ભગાડવાની કોશિશ કરી રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં અડચણ કરી હોવાની પીએસઆઇએ સમી પોલીસ મથકે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...