તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ટેબલેટ મુદ્દે ગાંધીનગર જતાં યુવા છાત્ર સંઘર્ષ સમિતિના 7 સભ્યોની અટકાયત

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેર છોડે તે પહેલાં જ બી ડિવિઝન પોલીસે ડિટેઈન કર્યા
  • ટેબ્લેટ આપો કે પૈસા આપોની શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા ગાંધીનગર જતા હતા

હેમંચદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ટેબલેટ પ્રકરણમાં યુવા સંઘર્ષ સમિતીના સભ્યો ગાંધીનગર શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા જાય તે પહેલાં જ પાટણ પોલીસે અટકાયત કરી નજર કેદ કર્યા હતા. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં છાત્રોને બે વર્ષથી પૈસા લીધા બાદ ટેબલેટ વિતરણ કરવામાં ન આવતા ટેબલેટ વિતરણ કરવા અથવા પૈસા પરત આપવાની માંગ સાથે યુવા છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા બે દિવસથી યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે.

ટેબલેટ વિતરણ અથવા પૈસા પરત આપવાની શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા આપના કાર્યકરો શુક્રવારે ગાંધીનગર જવા નીકળ્યા હતા. કાર્યકરો શહેર બહાર નીકળે તે પહેલાં જ પોલીસે અધવચ્ચેથી જ સમિતિના 7 કાર્યકરોની બી ડિવિઝન પોલીસે ડિટેઇન કર્યા હતા. જ્યાં 24 કલાક સુધી પોલીસ મથકમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...