• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Despite The Change Of 2 MLAs, The Bridge Over Banas River Connecting 10 Villages Of Santalpur Remains Incomplete For Four Years.

પુલનું કામ અધૂરું:2 ધારાસભ્યો બદલાયા છતાં સાંતલપુરના 10 ગામને જોડતો બનાસ નદી પરનો પુલ ચાર વરસથી અધૂરો

વારાહી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર તાલુકાના અબિયાણાથી પેદાશપુરા પુલનું કામ અધૂરું - Divya Bhaskar
સાંતલપુર તાલુકાના અબિયાણાથી પેદાશપુરા પુલનું કામ અધૂરું
  • ચૂંટણી સમયે વિસ્તારના કામો કરવાના વચન આપી ચૂંટાઈને જતા નેતાઓના વચનો ભુલી જાય છે

સાંતલપુર તાલુકામાંથી પસાર થતી બનાસ નદી પર નવીન પુલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ ચારેક વર્ષ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા પુલની કામગીરી અધુરી મૂકાતા નદી કાંઠાના દસેક ગામના લોકોને ચોમાસામાં જીવના જોખમે નદી પાર કરવી પડે છે. ચૂંટણી સમયે વિસ્તારના કામો કરવાના વચન આપી ચૂંટાઈને જતા નેતાઓના વચનોની જેમ પુલની કામગીરી પણ કેટલાય સમયથી અધૂરી છે.

સાંતલપુર તાલુકાના અબિયાણાથી પેદાશપુરા, ગડસઈ, બિસ્મિલ્લા ગંજ, જોરાવર ગંજ, પાટી અમરાપુરા, અગીચણા, કરશનગઢ, વાદળીથર સહિતના ગ્રામજનો ચોમાસા દરમ્યાન ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના લોકોને તમામ વ્યવહાર તાલુકા મથક વારાહી સાથે જોડાયેલો છે જ્યારે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પુર આવતા 10 જેટલા ગામોને જોડતો એકમાત્ર માર્ગ બંધ થઈ જાય છે જેનેલઇ ગ્રામજનોને પારાવર મુશ્કેલી ભોગવીનો સામનો કરવો પડે છે. અહીથી પસાર થતી બનાસ નદી ઉપર નવીન પુલ બનાવવાની કામગીરી ચારેક વર્ષ પહેલા શરૂ કરી હતી.

પરંતુ અગમ્ય કારણોસર પુલ અધુરો મુકી કોન્ટ્રાક્ટર જતો રહ્યો હતો. 4 વર્ષની અંદર બે ધારાસભ્ય આવ્યા પરંતુ એકપણ ધારાસભ્ય દ્વારા આ 10 ગામની તકલીફ દૂર ના કરી. માત્રને માત્ર ખોટા વાયદા આપી ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા ભાજપ-કોંગ્રેસના નેતાઓને આ વિસ્તારની કોઈ પડી ન હોય તેવું દેખાઈ રહ્યુ છે. 2017માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવેલ અલ્પેશ ઠાકોરે અઢી વર્ષમાં આ વિસ્તારના ખબર અંતરના પૂછ્યા ત્યારબાદ રઘુ દેસાઈ અઢી વર્ષથી ધારાસભ્ય હોવા છતાં અધૂરા પુલનું કામ શરૂ ન કરાવી શક્યા.

ગત ચોમાસમાં બનાસ નદીમાં પાણી આવતા જીવના જોખમે રસ્તો પસાર કરતા ગ્રામજનોના સમાચારો અખબારોમાં પ્રસિદ્ધ થતા ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દોડી આવી અધૂરા પુલની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. પરંતુ આજે 4 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પુલનું કામ શરૂ થયું નથી. ચુંટાયા બાદ નેતાઓ દ્વારા આપવામાં આવેલ વચનોની જેમ નદી પરના પુલની કામગીરી ચાર વરસ બાદ પણ અધુરી રહેવા પામી હતી.

ચોમાસામાં ભારે તકલીફ પડે છે : પેદાશપુરાના સરપંચ
આ બાબતે પેદાશપુરા સરપંચનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે ચાર વર્ષથી આ બ્રિજનું કામ અધૂરું છે જ્યારે ચોમાસું આવે ત્યારે બંને રસ્તા બંધ થઈ જાય છે રાધનપુર અને વારાહી પણ જઈ શકતા નથી.ચોમાસામાં અમારે ભારે તકલીફનો સામનો કરવો પડે છ. ચોમાસા દરમ્યાન જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા 50 કિલોમીટરનું અંતર કાપી રાધનપુર જવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...