તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:રાધનપુર પ્રાંતમાં કેસ હોવા છતાં જમીન મામલતદારે ગીરો રાખનારના નામે કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત માલા પ્રોજેક્ટમાં બે હેક્ટર જમીન સંપાદિત પણ થઈ છે
  • વળતર ચૂકવવા માટે જમીનના ટાઈટલની તપાસ કરતા મામલો બહાર આવ્યો

સાંતલપુર તાલુકાના બકુત્રા ગામે આવેલી 5.15 હેક્ટર ખેતીની જમીન મૂળ જૈનની છે. તે આહિર પાસે ગીરવે હતી. જૈનને જમીન ગીરો છોડાવવાનો હક છે. પરંતુ આ જમીનનો ગીરો રાખનારના નામે એવોર્ડ થઈ જતા મૂળ જમીન માલિકે રાધનપુર પ્રાંત કચેરીમાં અરજી કરી હતી કે આ અમારી જમીન છે. જેને પગલે રાધનપુર પ્રાંત કચેરી દ્વારા ત્રણથી ચાર હિયરીંગ કર્યા હતા. છેલ્લા દશેક માસથી પ્રાંત કચેરીમાં આ કેસ ચાલી રહ્યો છે.

જોકે ભારત માલા પ્રોજેક્ટમાં આ વિવાદિત જમીન પૈકીની બે હેક્ટરથી વધુ જમીન સંપાદન થતાં રૂ. એક કરોડ જેટલું વળતર જમીન માલિકને મળવાપાત્ર થાય છે ત્યારે જમીનનું સંપાદન થયા બાદ ગીરો રાખનારના નામે થઇ છે. પરંતુ આ જમીનનો વિવાદિત કેસ રાધનપુર પ્રાંત કચેરીમાં છેલ્લા દશેક માસથી ચાલતો હોવાથી જમીન માલિકને વળતર ચૂકવાયું નથી. અને આ જમીન મામલે પ્રાંત અધિકારી દ્વારા નિર્ણય લેવાય તે પહેલા સાંતલપુર ઇન્ચાર્જ મામલતદારે તેમની સત્તા ન હોવા છતાં ગીરો રાખનારના નામે જમીન કરી દિઘી છે.

તંત્ર દ્વારા વળતર ચૂકવવા માટે જમીનના ટાઈટલની તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. તેવું તંત્રના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સાંતલપુરના ઈન્ચાર્જ મામલતદારે જમીન ગીરો રાખનારના નામે કરી દેતાં કલેક્ટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સિદ્ધપુર મુકાતાં આ પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. હાલ તો આ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...