સમસ્યા:પાટણ પાલિકાએ લાખો રૂપિયા ખર્ચવા છતાં ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા વકરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના વિપક્ષના સભ્યોએ દિવાળીમાં ગટરોની સમસ્યા હલ માંગ કરી
  • સિદ્ધપુર ચોકડી, આનંદ સરોવર, જુનાગંજ, ભદ્ર સહિતના 10 વિસ્તારોમાં સમસ્યા

પાટણમાં એકવર્ષથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ વેપારીઓ અને રહીશો દુર્ગંધમાં રહેવા મજબુર બન્યા હોઈ પ્રજાના હિતમાં નગરપાલિકા દ્વારા સત્વરે ઉભરાતી તમામ ભૂગર્ભ ગટરોનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં સિદ્ધપુર ચોકડી, આનંદ સરોવર, જુના ગંજ વિસ્તાર, ભદ્ર વિસ્તાર, બુકડી ચોક, ખાન સરોવર જવાના માર્ગ સહિતના 10થી વધુ મોટા વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી રસ્તા ઉપર રેલાઇ લોકોના ઘર તેમજ રસ્તાઓ પર ભરાઈ રહેતા ગંદકી અને દુર્ગંધ પ્રસરી રહી છે. જેથી દિવાળીના તહેવારોને લઈ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી ભારે મુશ્કેલી ઉભી થઇ રહી હોઈ સત્વરે દૂર કરવા માટે તાત્કાલિક નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પાલિકાના વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટીયા સહિતના સભ્યોએ ચીફ ઓફિસર સહિત સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી.

કોર્પોરેટર ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે તમામ પૈસા ખોટા વેડફી રહ્યા છે.પ્રજા એ જ સમસ્યામાં પીડાઈ રહી છે. તહેવારોમાં પણ ઘર આગળ અને રસ્તાઓ પર ગંદકી ન રહે અને ખુશીથી તહેવારો ઊજવી શકે તે માટે સત્વરે ગંદકી સાફ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...