તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:પાટણ શહેરમાં વાયરલ ફિવરના કેસમાં વધવા છતાં પાલિકામાં છંટકાવ માટે દવાનો અભાવ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં એક તરફ વાયરલ ફીવરના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ નગરપાલિકાની સ્વચ્છતાની કામગીરી અસરગ્રસ્ત થઈ રહી છે. એટલું જ નહીં રોગ પ્રતિકારક છંટકાવ કરવા માટેની દવાઓ પણ પર્યાપ્ત માત્રામાં નથી, જેને લઇ દવા છંટકાવ કરી શકાતો નથી. આવા સંજોગોમાં એજન્સી સાથે નેગોશિએશન થયા પછી પણ દવાઓ ખરીદ કરવામાં આવી રહી નથી. જે અંગે સત્તાપક્ષના સભ્યોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

શહેરમાં ચોમાસાના કારણે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓની ખરીદી કરવા માટે ગત સામાન્ય સભામાં મુદ્દો લાવવામાં આવ્યો હતો અને તેને પગલે એક સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર એમ.જે. પટેલ તેમજ અન્ય સભ્યો દ્વારા અમદાવાદ સ્થિત એજન્સી સાથે નેગોશિએશન કરી હતી. પરંતુ તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા ચોમાસાની ગંભીરતા ધ્યાને લેવામાં આવી નથી અને દવાનો માલ સામાન લાવવામાં આવી રહ્યો નથી. જે કમિટી સામાન્ય સભા દ્વારા બનાવાઈ હતી તેના પર ભરોસો રાખવો જોઈએ. ચીફ ઓફિસર એજન્સી સાથે વાતચીત કરીને જરૂરી દવાનો જથ્થો લાવી દેવો જોઈએ તેમ સત્તાપક્ષના સૂત્રોએ જણાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં 55 દિવસમાં દર્દી વધ્યા
પાટણ સિવિલમાં તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણોવાળા 55 દિવસમાં કુલ 8849 દર્દીઓ સારવાર માટ આવ્યા હતા. જૂનમાં 3968, ઓગસ્ટમાં 4056 તેમજ આ દરમ્યાન 346 કોવિડ ઓપીડી અને ફિઝિશિયન વિભાગમાં 480 દર્દીઓ મળી વાયરલ ઇન્ફેક્શનના કુલ 8849 દર્દીઓના કેસ નોંધાયા હતા. જેમાં મોટાભાગના શહેરી વિસ્તારના હોવાનું જણાવાય છે.

અન્ય સમાચારો પણ છે...