નિર્ણય:યુનિવર્સિટીની કોલેજોમાં સેમ 1-2માં નાપાસ છતાં હવે છાત્રોને સેમ-5માં પ્રવેશ મળશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્નાતકમાં સેમ 1-2માં નાપાસ છાત્રોને સેમ 5માં પ્રવેશ નહિ મળે તેવો એકેડમીક કાઉન્સીલે કરેલા નિર્ણય મામલે પ્રિન્સિપાલોની રજૂઆતો આવતાં કારોબારીએ સ્થગિત કર્યો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સોમવારે કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં વિવિધ વહીવટી કામો ઉપરાંત નવીન શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા અંગે એકેડેમિક કાઉન્સિલ દ્વારા કરેલ પરિપત્ર અમલીકરણ મામલે પ્રિન્સિપાલોની રજુઆત અનુસંધાને કારોબારી દ્વારા હાલ પૂરતો પરિપત્ર સ્થગિત કરતાં હવે સ્નાતક સેમ-1,2માં નાપાસ છાત્રોને સેમ-5માં પ્રવેશ આપવામાં આવશે. તેમજ કોલેજોની મંજુરી મામલે મહત્વનો નિર્ણય લેવાયો હતો.જેમાં એસઆઈ,ફાયર સેફ્ટી અને એમ.એસ.સીની નવીન એકપણ કોલેજોને આ વર્ષે મંજૂરી આપવામાં આવશે નહિ.

યુનિવર્સિટી ખાતે કુલપતિ જે.જે.વોરાની અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ વહીવટી કામો ઉપરાંત પરીક્ષા લગતી બાબતો અંગે ચર્ચાઓ કરી નિર્ણય લેવાયા હતા. જેમાં એકેડેમિક કાઉન્સિલ દ્વારા સ્નાતક અભ્યાસક્રમમાં સેમ 1-2માં નપાસ હોય તેવા છાત્રોને સેમ 5માં પ્રવેશ આપવામાં આવે નહિ તેવો 2019માં પરિપત્ર કરાયો હતો. પરંતુ કોરોના કાળને લઇ બે વર્ષ સ્થગિત રખાયો હોય નવિન શૈક્ષણિક વર્ષ 2023થી કોલેજોમાં અમલીકરણ કરવા નિર્ણય લેવાયો હતો.

જે પરિપત્ર આ વર્ષથી અમલીકરણ થનાર હોય કોલેજો દ્વારા પરિપત્રને લઇ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે તો તેમનું ભવિષ્ય બગડશે. જેથી પરિપત્ર અમલીકરણ ન કરવામાં આવે તેવી પ્રિન્સીપાલો દ્વારા રજૂઆત કરતાં મુદ્દો કારોબારીમાં મુકાયો હતો.જે મામલે કારોબારી દ્વારા રજૂઆત મંજૂર રાખી પરિપત્ર હાલ પૂરતો સ્થગિત રાખી સેમ 6 સુધી જૂની પ્રકિયા મુજબ પ્રવેશ આપવા નિર્ણય લેવાયો હતો. બેઠકમાં રજિસ્ટ્રાર આર.એન. દેસાઈ, ઇસી સભ્ય શૈલેષ પટેલ, હરેશ ચૌધરી, દિલીપ ચૌધરી, સ્નેહલ પટેલ, અશોક શ્રોફ સહિતના સભ્યો હાજર રહ્યા હતાં.

SI, ફાયર સેફ્ટી અને MSC ની નવીન કોલેજો મંજૂર નહિ કરાય: કારોબારી
કારોબારી બેઠકમાં નવીન કોલેજો મંજૂર કરવા અંગે સભ્યોએ ચર્ચા બાદ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. જેમાં અગાઉ મંજૂર થયેલ એસ.આઈ ,ફાયર સેફ્ટી અને એમએસસીની કોલેજ યોગ્ય રીતે ચાલુ થઈ અને વિદ્યાર્થીઓ તેનો લાભ લે માટે આ વર્ષે નવીન શૈક્ષણિક વર્ષમાં વધુ એક પણ નવી કોલેજો શરૂ કરવા માટે મંજૂરી ન આપવા માટે કારોબારી બેઠક દ્વારા નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...