બેદરકાર તંત્ર:પાટણ જિલ્લામાં ડેન્ગ્યૂના કેસો છતાં નિયંત્રણ ટીમોને મંજૂરી અપાઈ નથી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેલેરિયાના હાઇરિસ્ક 11 ગામોમાં દવા છંટકાવ કરાયો

ચોમાસુ શરૂ થતાની સાથે પાટણ જિલ્લામાં ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો શરૂ થઈ ગયો છે. છતાં હજુ સુધી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાની નિયંત્રણ માટે ટીમો કામે લગાડવા માટે મંજૂરી આપવામાં આવી નથી. તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મેલેરીયાના પોઝિટિવ કેસ વધારે આવ્યા હોય તેવા વાઘપુરા રાફુ ફિરોજપુરા વારાહી માખણીયા પુરા સહિત પાંચ શહેરો પાટણ રાધનપુર ચાણસ્મા ના કેટલાક હાઇરીસ્ક વિસ્તારોમાં મેલેરીયા ના મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે લોકોના ઘરોમાં સ્પ્રે મારી દવા છંટકાવ કરાયો છે.

છેલ્લા ત્રણેક માસમાં ડેન્ગ્યુના 12 ચિકનગુનિયાના બે અને મેલેરિયાનો એક કેસ મળ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા 34 વેક્ટર કંટ્રોલ ટીમોને સક્રિય કરવા માટે છેલ્લા બે માસ થી આરોગ્ય વિભાગની મંજૂરી માંગવામાં આવી છે પરંતુ હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. મેલેરિયા અધિકારી ડો નરેશ પટેલે જણાવ્યું હતું કે સતત ત્રણ માસ સુધી કામગીરી કરાશે. પુરાનાશક તેમજ મચ્છરો ઉત્પન્ન ન થાય તે માટે એબેટ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે તેના માટે ગ્રામ્ય વિસ્તારમાં 600 અને શહેરી વિસ્તારમાં 28 ટીમો કાર્યરત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...