‘જનનીની જોડ સખી નહીં જડે...’:પાટણમાં ઘરમાંથી કાઢી મૂકવા છતાં નિરાધાર માતાએ 181 સામે પુત્રનું નામ ન કહ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ બસ સ્ટેશનથી 181 અભયમની ટીમે વૃદ્ધાને સુરક્ષીત સ્થળે ખસેડ્યાં

પાટણમાં માવતર કમાવતર ના બને તેવો લાગણી સભર કિસ્સો બસ સ્ટેન્ડમાં જોવા મળ્યો હતો. જેમાં 70 વર્ષની આ વૃદ્ધ મહિલાને પુત્રએ ઘરેથી કાઢી મૂકતા નિરાધાર હાલતમાં બસ સ્ટેન્ડમાં સુઈ રહેતાં 181 ટીમે વૃદ્ધ મહિલાને પરિવાર વિશે પૂછપરછ કરતા એક પણ શબ્દ ના ઉચ્ચારતા અંતે ટીમે વૃદ્ધાને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતાં.

પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડમાં છેલ્લા ચાર દિવસથી એક નિરાધાર વૃદ્ધ મહિલા સૂઈ રહ્યાં હોઈ એક મુસાફરે મહિલાની મદદ માટે પાટણ 181 મહિલા હેલ્પલાઈનને ટેલિફોનિક જાણ કરતાં હેલ્પલાઇન ટીમની મહિલાઓ બસ સ્ટેન્ડ ખાતે દૂધ મહિલાનો સંપર્ક કરી તેના વિશે પૂછપરછ હાથ ધરી હતી. અને તેના સંબંધોની ભાળ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઈ સ્નેહિજનોનો સંપર્ક ના થતાં અંતે મહિલાની સુરક્ષા માટે તેને ટીમ દ્વારા આશ્રય ગૃહમાં મોકલી આપવામાં આવી હતી.

બદનામી ના થાય માટે પુત્રનું નામ ન જ કહ્યું
181ની ટીમે તેમના પુત્રને અહીંયા બોલાવવા માટે તેનું નામ અને સરનામું પૂછવામાં આવતા માતાએ મારા પુત્રને કંઈ ના કરો તેનો કોઈ વાંક નથી તેમ કહી કોઈપણ પ્રકારની માહિતી ટીમને આપી ન હતી.

અન્ય સમાચારો પણ છે...