તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેતી:નર્મદા નીરથી વંચિત સાંતલપુરના લુણીચણાના ખેડૂતે મલ્ચિંગ પદ્ધતિથી ફળફળાદી-શાકભાજીની ખેતી કરી

પાટણ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રણ વિસ્તારમાં ખેડૂતોને આધુનિક ખેતી કરી આવક બમણી કરવાનો રાહ ચિંધ્યો

પાટણ જિલ્લામાં રણને અડીને આવેલા સાંતલપુર તાલુકાના જ્યાં હજી સુધી નર્મદાના પાણી સિંચાઇ માટે પહોચ્યું નથી તેવા નપાણિયા ગણાતા વિસ્તારમાં લુણીચણા ગામે ટ્યુબવેલ બનાવી ટપક સિંચાઇ દ્વારા મલ્ચિગ પદ્ધતિથી તરબૂચ, શક્કરટેટી અને કાકડી જેવા ફળફળાદી-શાકભાજીની ખેતી કરી ખેડૂત મદારસિંહ ગોહિલે નવી દિશા ચિંધી છે. તેમણે સરકારની કોઈપણ મદદ કે સબસિડી વગર આ નવતર ખેતી શરૂ કરી છે.

પ્રાથમિક શિક્ષક અને રાજપૂત સમાજના યુવા અગ્રણી મદારસિહ ગોહિલે જણાવ્યા મુજબ ખેતીની જમીનમાં પાણીનો બોર( ટ્યુબવેલ) બનાવીને પાણીમાં ટીડીએસનું પ્રમાણ ઘટાડવા માટે ખેતરમાં મોટો હોજ બનાવી પાણીને ઠંડુ કર્યા પછી પિયત કરવામાં આવે છે. ઋતુ અનુસાર પરંપરાગત પાકો જેવા કે કઠોળ, ધાન્યવર્ગના પાક, ઘાસચારા ઉપરાંત બીટી કપાસની આધુનિક ખેતી કરી સારી એવી આવક મેળવી હતી. કપાસ કાઢીને બીજા પાક તરીકે ઘઉં ઉપરાંત મસાલા પાક જીરું, ધાણા, અજમો, સવા ઉપરાંત ગરમ પ્રદેશમાં વરિયાળીની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે.જેનું ખૂબ સારું પરિણામ મળ્યું છે.

ચાલુ સાલે આ વિસ્તારમાં પ્રથમ વખત ઉનાળામાં અતિ ગરમીમાં લોકોને ઠંડક આપતા તરબૂચ, શક્કરટેટી અને કાકડીની ખેતી આગણવાડાના ભરતસિંજી વાઘેલા અને ઈશુભા વાઘેલાના માર્ગદર્શન અને સલાહથી મલ્ચિગ અને ટપક સિંચાઇ પદ્ધતિથી વાવેતર કરેલ છે. જેમાં અત્યાર સુધીમાં વાવેતરનો વિકાસ સારો થયો છે. વાતાવરણ અને હવામાન અનુકૂળ રહેશ તો વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મળવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આવતી સીઝનમાં ડ્રેગન ફ્રૂટ, આબા અને ખારેક ઉપરાંત પપૈયાની પ્રાયોગિક ખેતી તરફ જવાની તૈયારી પણ દર્શાવી છે. હાલમાં તરબૂચ, શક્કરટેટી તેમજ વિવિધ શાકભાજી કાકડી, ભીંડા, ચોળી, ગુવાર તેમજ લીલી જુવારનું પણ વાવેતર કરવાનો અખતરો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો