તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ:પાટણ મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં અરજદારોનો ઘસારો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
એકસાથે ભીડ કરી ઉભા રહેતા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો - Divya Bhaskar
એકસાથે ભીડ કરી ઉભા રહેતા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો
 • ફરજ બજાવતાં કમર્ચારીઓ પણ માસ્ક પહેર્યા વગરજ કામગીરી કરતા જોવા મળ્યા

પાટણ મામલતદાર કચેરીમાં એટીવીટી સેન્ટર પર અરજદારોના ટોળા જામતા સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ તેમજ કર્મચારીઓ પોતે જ માસ્ક પહેર્યા વગર જ કામ કરતા સંક્ર્મણનો ભય જોવા મળ્યો હતો. પાટણમાં મંગળવારે મામલતદાર કચેરીમાં સવારે 11 વાગ્યા એટીવીટી સેન્ટરમાં વિવિધ દાખલાઓ માટે મોટી સંખ્યામાં અરજદારો આવતા જોવા મળ્યા હતા. ત્યારે પ્રવેશ દ્વાર અડધો બંધ રાખી વારાફરથી અરજદારોને અંદર કામ અર્થે પ્રવેશ અપાતો હતો.ત્યારે બહાર અરજદારો લાઈનમાં ન ઉભા રહેતા એકસાથે ભીડ કરી ઉભા રહેતા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો.

કેટલાક અરજદારોએ તો માસ્ક પણ યોગ્ય રીતે પહેર્યું ન હતું.ત્યારે અંદર સેન્ટરમાં જોતા કર્મચારીઓ પણ મોઢે અડધું અથવા માસ્ક પહેર્યા વગર જ કામ કરી રહ્યા હતા.ત્યારે કોરોનાની સ્થિતિ હજુ યથાવત હોવા છતાં મામલતદાર કચેરીની અંદર જ કોરોનાની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો.તેની સામે જ નગરપાલિકા અને બહાર એ ડિવિઝન પોલીસ સ્ટેશન હોવા છતાં કોઈ અધિકારી દ્વારા નિયમોના ભંગ છતાં કાર્યવાહી કરવા મામલે સ્થળ પર જોવા મળ્યો ન હતો. શહેરમાં વેપારીઓ અને પ્રજાને નિયમો ભંગ બદલ પાલિકા અને તંત્ર દ્વારા દંડ કરાઈ રહ્યા છે.ત્યારે સરકારી કચેરીમાં નિયમો ભંગ છતાં મૌન રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. અને સત્વરે મામલતદાર દ્વારા નિયમોનું પાલન થાય ત માટે કાર્યવાહી કરવા અરજદારો દ્વારા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો