તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:પાટણ જિલ્લામાં વરસાદની જમાવટ, સરસ્વતી દોઢ ઇંચ, તો રાધનપુરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી

પાટણ જિલ્લામાં ચોમાસુ સિઝન બરાબરની જામી છે. ત્યારે બે ત્રણ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરતા મંગળવારના રોજ સાંજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને જોત જોતામાં વરસાદ વરસવાનું શરૂ થતા જિલ્લાના સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ અને રાધનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

પાટણ શહેરમાં મંગળવારના આજરોજ સાંજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને લઈ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન સાથે વરસાદ વરસતા પાટણ તાલુકામાં 15 મિમી વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં જોઇએ તો, ચાણસ્મા તાલુકામાં 5 મિમી, રાધનપુરમાં 22 મિમી, સરસ્વતી તાલુકામાં 37 મિમી અને સિદ્ધપુર તાલુકામાં 10 મિમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વરસાદી ઝાપટાને લઈ રસ્તા ઉપર ચારે તરફ પાણી ફરી વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...