તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પગપાળા યાત્રા:પાટણના સંખારી ગામથી અંબાજી જવા પગપાળા યાત્રા સંધનું જય અંબેના નાદ સાથે પ્રસ્થાન

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી પગપાળા યાત્રા સંઘ હતો બંધ

પાટણ તાલુકાના સંખારી ગામથી પ્રજાપતિ ભાઈઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી સંખારીથી અંબાજી સુધી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ભાદરવા સુદ બારસના દિવસે પગપાળા સંઘ સંખારીથી અંબાજી પ્રસ્થાન પામે છે. જેમાં 100થી પણ વધારે ધર્મ પ્રેમી યુવક-યુવતીઓ જોડાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસના લીધે પગપાળા સંઘ બંધ રહ્યો હતો. ત્યારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થતા સંખારી ગામથી અંબાજી પગપાળા સંઘ નીકળ્યો હતો. જેમાં ગામના 30 થી 35 યુવાનો બોલ મારી જય અંબે જય જય અંબેના નાદ અને ધજાઓ સાથે જોડાયા હતા.

પગપાળા સંઘ લઈને લાખો માઇભક્તો આવે છે
ભાદરવા મહિનામાં જગત જનની માં અંબાના ધામમાં લાખો માઇભક્તો પગપાળા સંઘ લઈને આવે છે. જોકે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે તમામ સંઘોની પગપાળા યાત્રા બંધ હતી. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઓછું થતા પગપાળા સંઘ લઈને અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી જવા નીકળ્યા છે. અંબાજીમાં પણ પાંચમ બાદ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે શ્રાવણ વદ દસમથી પગપાળા સંઘનું આયોજન
સંખારી ગામના કનૈયાલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દર વર્ષે સંખારી ગામથી પગપાળા સંઘ નીકળે છે. પરંતુ કોરોના વાઈરસને કારણે બે વર્ષથી સંઘ બંધ રાખવામાં આવ્યો હતો. જોકે, ચાલુ વર્ષે ભાદરવી બારસથી નહીં પરંતુ શ્રાવણ વદ દસમથી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...