માંગ:શિક્ષકોની લાગણીને ઠેસ પહોંચે તેવું પેન્ડલીયુ ગીતને યુ-ટ્યુબ પરથી હટાવવા માંગ કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે લેખિતમાં રજૂઆત કરી ગીત હટાવવા માંગ કરી જો ગીતને હટાવવામાં નહિં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારાઈ

શાળાના શિક્ષકો તથા શિક્ષિકાઓની લાગણીને ઠેસ પહોંચે તેવા સારેગામાં મ્યુઝિક કંપની દ્વારા બનાવાયેલા પેન્ડલીયુ ગીતને તાત્કાલિક યુટયુબ પરથી હટાવવા માટેરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માંગ કરી છે. તેમજ જો ગીતને નહિં હટાવવામાં આવે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ગીતને હટાવવામાં આવે અને માફી માંગવામાં આવે તેવી માંગલેટેસ્ટ ગુજરાતી રોમેન્ટિક ગીત-2021 માં કંપની દ્વારા બનાવાયેલા પેન્ડલીયુવાળા ગીતથી રાજ્યના લાખો શિક્ષકોની ગરીમાને ઠેસ પહોંચી છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સહીત શાળાની બહેનોની આ ગીત દ્વારા લાગણી દુભાય તેવી બાબત દર્શાવવામાં આવી છે. ત્યારે આ બાબતે કંપનીને જાણ કરવામાં આવી છે કે, તાત્કાલિક યુટ્યુબ ઉપરથી આ ગીતને હટાવવામાં આવે અને માફી માંગવામાં આવે. નહીતર આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ લેખિત રજૂઆતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જણાવ્યું છે. તેમજ જો ગીતને હટાવવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...