• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Demanding Release Of Water In Rafu Branch Canal, Farmers Staged A Protest In A State Of Chaos, Threatened To Boycott The Elections.

વિરોધ પ્રદર્શન:રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અર્ધ નગ્રન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યુ, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમીના અમરાપુર બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અર્ધ નગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યું હતું. તેમજ જો પાણી છોડવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ
પાટણ પંથકમાંથી પસાર થતી અમરાપુર બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડતા પંથકના ખેડૂતોને વાવેતર કરવામાં આવેલો શિયાળુ પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અર્ધ નગ્ન અવસ્થામાં દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો તંત્ર દ્વારા આ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...