તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાનો ત્રાસ:2 લાખની માગણી કરી, તુ મને ગમતી નથી કહી પતિએ પરિણીતાને કાઢી મુકી, સિદ્ધપુરમાં ફરિયાદ નોંધાઈ

પાટણ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પિયર સિદ્ધપુરપુરમાં પરિણીતાની પતિ સહિત સાસરીયાના 5 સભ્યો સામે ફરિયાદ

સિદ્ધપુરના નવાવાસમાં રહેતી પરિણીતા પાસે દહેજ પેટે 2 લાખની માગણી કરી સાસરીપક્ષ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો અને પતિએ તુ મને ગમતી ન હોવાનું કહી ઘરમાંથી તગેડી મુકી હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિદ્ધપુર તાલુકાના નવાવાસમાં રહેતી યુવતીના લગ્ન 2016માં ગાંધીનગરમાં રહેતા યુવક સાથે થયા હતા. બે વર્ષ લગ્ન જીવન સારુ ચાલ્યું હતું અને સંતાનમાં એક દીકરો પણ છે. 2 વર્ષ બાદ સાસુ, નણંદ અને સસરાની ચઢામણીથી પતિના વ્યવહારમાં પરિવર્તન આવ્યો હતો. પતિ અવાર નવાર દહેજ પેટે 2 લાખ રૂપિયાની માગણી કરતો હતો, પરંતુ પરિણીતા ત્રાસ સહન કરતી રહી હતી. એ દરમિયાન પતિ વડોદરા ઓફિસનું કામ હોવાથી જાઉ છું કહી પરિણીતાને પિયર સિદ્ધપુર મુકી ગયો હતો અને બાદમાં ગર્લફ્રેન્ડ સાથે જન્મદિવસની ઉજવણી કરવા માઉન્ટ આબુ ગયો હોવાનું પરિણીતાને જાણવા મળતા વારંવાર ફોન કર્યા હતા પરંતુ પતિએ ફોન ઉપાડ્યા ન હતા.

થોડા દિવસ બાદ પરિણીતાની પતિ સાથે વાત થતાં પતિએ તુ મને ગમતી નથી કહીને તુ તારા પિયરમાં રહેજે, સાસરે આવવાની કોશીશ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે પરિણીતાએ સિદ્ધપુર પોલીસ મથકે પતિ, સાસુ, સસરા અને નણંદ સહિતના સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો