રજૂઆત:પાટણ જિલ્લામાં કાયમી આયોજન અધીકારીની તાત્કાલિક નિમણૂક કરવા માંગ કરાઈ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને પ્રભારી મંત્રીને પત્ર લખી રજૂઆત કરી

પાટણ જિલ્લામાં કાયમી આયોજન અધીકારીની તાત્કાલિક નિમણૂક કરવા માંગ ઉઠી છે. પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા પાટણના પ્રભારી મંત્રીને પત્ર લખી આ અંગે રજૂઆત કરી છે.

પાટણ જિલ્લામાં આયોજન અધિકારીની ધણા સમયથી જગ્યા ખાલી છે જેને તાત્કાલિક અસરથી ભરવાની લેખિત રજૂઆત પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર દ્વારા શુક્રવારના રોજ રાજ્યના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ વિશ્વકર્માને કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું કે, પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી આયોજન અધીકારીની બેઠક ખાલી પડી છે. જેનાં કારણે જિલ્લામાં આયોજનોના કામો સમય મર્યાદામાં પૂર્ણ થતાં નથી અને ઈનચાર્જ આયોજન અધીકારીઓ પણ વારંવાર બદલાતાં રહેતા હોવાનાં કારણે પુરેપુરો સમય ફાળવી શકતાં નથી. જેથી પાટણ જિલ્લામાં કાયમી આયોજન અધીકારીની તાત્કાલિક નિમણૂક કરી જિલ્લા આયોજનના કામો ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...