તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાટણ સહીત રાજ્યના ફિઝિયોથેરાપી તબીબો દ્વારા પડતર પશ્નો હલ કરવા સરકાર સમક્ષ માંગ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોઇસ ઓફ ફિઝિયો દ્વારા ફિઝિયોથેરાપીના તબીબોના પડતર પશ્નો હલ કરવા રજૂઆત કરાઇ

પાટણ જિલ્લા સહીત રાજ્યના ફિઝિયોથેરાપી તબીબોના વિવિશ પડતર પ્રશ્નો સત્વરે હલ કરી તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે વોઇસ ઓફ ફિઝિયો સંગઠન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

રાજ્યમાં ફિઝીયોથેરાપી તબીબને વર્ગ ક્લાસ -2માં સમાવેશ કરવામાં આવે, ફિઝિયોથેરાપી કોર્ષ 4-5 વર્ષનો હોય કાઉન્સીલના બંધારણ મુજબ મેડિકલ શ્રેણીમાં ગણવામાં આવે, સરકારી કોલેજોમાં ફિઝીયોથેરાપીની જગ્યાઓ ભરવામાં આવે,એકજ સિલેબસનું પાલન કરવામાં આવે તેવી વિવિધ પડતર માંગણીઓને લઇ ફીઝીયોથેરાપી તબીબોનું વોઇસ ઓફ ફિઝિયો સંગઠન દ્વારા સરકાર સમક્ષ સત્વરે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. જેમાં સંગઠનના ડૉ.ગુંજન ,પાટણના ડૉ.જયદીપ બારોટ સહિતના સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...