તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાગડોદના કંમ્બોયાપુરામાં ચોમાસામાં 100 પરિવારોનું સ્થળાંતર રોકવા માંગ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે વરસાદ થતાં ઘરોમાં કેડ સમાં પાણી ભરાઈ જાય છે
  • નવસર્જન ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામમાં 100 ઘરોના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા દરવર્ષે સ્થળાંતર કરવાની ફરજ પડતી હોઈ સમસ્યા દૂર કરવા છેલ્લા 12 વર્ષથી શરૂ કરવામાં આવી રહી હોવા છતાં કોઈ નિકાલ ન આવતા ફરી સરકાર દ્વારા વિસ્તારમાં પાણીનો કાયમી નિકાલ થાય માટે નવસર્જન ટ્રસ્ટ દ્વારા ડીડીઓને રજુઆત કરવામાં આવી છે.

સરસ્વતીના વાગડોદ ગામમાં 1988માં અનુસૂચિત જાતિના 100 જેટલા લાભાર્થીઓને કંમ્બોયાપુરા વિસ્તારમાં મફત ગાળાની જમીન ફાળવી હતી. આ વિસ્તારમાં ભારે વરસાદ થતાં કેડ સમા પાણી ભરાઈ જતાં ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરી પલળી જાય છે. ઉપરાંત રહીશોને જીવનું જોખમ વધતા ન છૂટકે ઘરબાર મૂકી પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

પરંતુ દર વખતે ભારે વરસાદમાં આ સ્થિતિ સર્જાતી હોઈ કાયમી નિરાકરણ આવે માટે વિસ્તારમાં બનાવેલ 150 મીટરની કેનાલ છે તેને લાંબી કરવામાં આવે તો આ પાણી કાયમી તેમાં વહી જશે તો પાણી ભરવાનો પ્રશ્ન હલ થશે તેવી પાટણ નવસર્જન ટ્રસ્ટ દ્વારા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખને રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ નવ સર્જન ટ્રસ્ટના નરેશભાઈને ઘટતું કરવા આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...