રજૂઆત:કોરોનામાં બંધ ગ્રામ્ય વિસ્તારના એસટી બસના રૂટ શરૂ કરવા માંગ, ગ્રામીણ બસો બંધ રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતના ચેરમેને પાટણ ડેપો મેનેજર અને વિભાગીય નિયામકને રજૂઆત કરી

પાટણ જિલ્લામાં એસ.ટી. બસ સંચાલન સો ટકા ચાલુ થયું નથી અને ગામડાંના બસ રૂટ હજુ ચાલુ થયા નથી ત્યારે પાટણ એસટી ડેપોમાં જે ગ્રામ્ય રૂટો ચાલુ થયા નથી એવા બસ રૂટ ચાલુ કરવા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા પાટણ ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે એસ.ટી વિભાગીય નિયામક મહેસાણાને પણ લખવામાં આવ્યું છે. હવે શાળા-કોલેજો ચાલુ થયેલ હોવાથી વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે.

તેમજ રોજેરોજ અપડાઉન કરતા કર્મચારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બંધ કરેલા એસટી રુટ ફરીથી ચાલુ કરવા ગ્રામ્ય વિસ્તારના લોકો અને સરપંચો દ્વારા રજૂઆત મળી રહી છે તેમ નરેશ પરમારે રજૂઆતમાં ડેપો મેનેજરને લખ્યું છે. અને સત્વરે ગ્રામીણ બસ સેવા શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...