માંગ:પાટણમાં શિક્ષકો દ્વારા વિવિધ બેનરો સાથે જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગ

પાટણએક મહિનો પહેલા
  • સમગ્ર જિલ્લામાં ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિની ઉજવણી કરવામા આવી

પાટણમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી સંધ દ્વારા જૂની પેન્શન યોજના યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે આજે બગવાડા ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બંધારણના અમલના કારણે દેશ અને રાજયમાં કર્મચારી સંઘો દ્વારા તેમની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરકાર સામે લડતના શ્રીગણેશ શરુ કર્યાં છે.

સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા કર્મચારીઓની જુની પેન્શન યોજના રદ કરી નવી પેન્શન યોજના અમલી કરવામાં આવી છે.જેનો પેન્શનર કર્મચારીઓ દ્વારા સતત વિરોધ પ્રદર્શીત કરી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. અને સરકાર જુની પેન્શન યોજના યથાવત રાખે તેવી સમગ્ર રાજયના કર્મચારી સંઘ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

આજે બગવાડા ચોક ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી સંઘના નેજા હેઠળ પાટણ જીલ્લાના પેન્શનર શિક્ષક કર્મચારીઓ દ્વારા વિવિધ બેનરો સાથે જુની પેન્શન યોજના લાગુ કરો...જેવા સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા.

ત્યારબાદ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને માલ્યાર્પણ કરી બંધારણમાં આ લેખેલા સમાન વેતન...સમાન કામ...ના સૂત્રનો સરકાર અમલ કરે અને જુની પેન્શન યોજના લાગુ કરે તેવી માંગ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કર્મચારી સંઘના આગેવાન જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા કર્મચારીઓની જુની પેન્શન યોજનાની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજયના તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અલગ અલગ કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આ દેશ કાયદો અને બંધારણી ચાલતો દેશ છે. બાબાસાહેબે સમાન વેતન...સમાન કામ...નું જે સૂત્ર આપ્યું છે તેની સરકાર અવગણના કરી રહ્યું છે. સરકાર કર્મચારીઓને કર્મયોગીના નામ હેઠળ તેમનું શોષણ કરી રહી છે ત્યારે પેન્શનરોની જુની પેન્શન યોજના સરકાર અમલી કરે તેવી માંગ કરી હતી.

આમ પાટણમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમને બંધારણમાં આલેખેલ સૂત્ર મુજબ કર્મચારી સંઘ દ્વારા જુની પેન્શન યોજના યથાવત રાખવા આજથી લડત શરુ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...