તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:પાટણ ખાતે અનુસૂચિત જાતિ નિગમની કચેરી શરૂ કરવા માંગ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ તાલુકા પંચાયતમાં સામાજીક-ન્યાય સમિતીની બેઠક મળી
  • શૈક્ષણિક હેતુ આવક મર્યાદા વધારવા સહિતના ઠરાવો કરવામાં આવ્યા

પાટણ તાલુકા પંચાયત ખાતે સામાજીક ન્યાય સમિતિની બેઠક મળી હતી. જેમાં અનુસુચિત જાતિ શૈક્ષણિક હેતુ માટે આવક મર્યાદામાં વધારો કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ 1998માં મહેસાણા જિલ્લાનુ વિભાજન થયા પછી પણ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની કચેરી મહેસાણા ખાતે ચાલે છે. જેમ નીગમની કચેરી પાટણ ખાતે મહેકમ મુજબ સ્ટાફ સાથે શરૂ કરવા ઠરાવ કરાયો હતો.

ચેરમેન નરેશકુમાર મંગળભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં તાલુકામા અનુસુચિત જાતિ વિસ્તારના ગામોમાં ડો. આંબેડકર કોમ્યુનિટી હોલ બનાવવા જિલ્લા પંચાયતને દરખાસ્ત કરવા ઠરાવ કરાયો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ર્ડા. અરવિંદભાઈ પ્રજાપતિ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મનીષાબેન દેસાઈ, વિસ્તરણ અધિકારી રોહિતભાઈ રાજપુત, આંકડા મદદનીશ ઘનશ્યામભાઈ પરમાર તેમજ તાલુકા સદસ્ય રાજુભાઈ ભીલ, ભાવનાબેન પરમાર, કોપ્ટ સભ્ય ત્રિભોવનભાઈ પરમાર, દિનેશભાઈ વાલ્મીકિ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...