તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Demand To Start Dwarka And Somnath Trains From Palanpur, Benefit The People Of Seven Districts, Make The Journey Easier For The People Of The Destitute Thakor Community

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાલનપુરથી દ્વારકા અને સોમનાથ ટ્રેન શરૂ કરવા માંગ, સાત જિલ્લાની જનતાને લાભ મળે, નિરાશીત ઠાકોર સમાજના લોકોને યાત્રામાં સરળતા રહે

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં દ્રારકા અને સોમનાથ એ બંને મોટાં યાત્રાધામ છે. પાલનપુરથી દ્વારકા અને સોમનાથ વચ્ચે ઘણા બધા ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો અને પ્રશાસન સ્થળો આવેલાં છે. આ બંને ટ્રેનો શરૂ કરવામાં આવે તો સાત જેટલા જીલ્લાઓની જનતાને ફાયદો જ ફાયદો થાય તેમ છે. આ ટ્રેન પાલનપુરથી ડીસા, રાધનપુર, વારાહી, સાંતલપુર, આડેસર, સામખીયારી, મોરબી રાજકોટ, વીરપુર, જુનાગઢ, સોમનાથ, હર્ષદ માતા, જામ ખંભાળીયાથી દ્વારકા અને વચ્ચે તાલુકાના મુખ્ય મથક હોય ત્યાં સ્ટોપેજ આપવામાં આવે તે રીતે શરૂ કરવામાં આવે તેવી માગ થઈ રહી છે.

પાલનપુરથી સોમનાથ જવા માટે સવારે અને પાલનપુરથી દ્વારકા ટ્રેન સાંજે ઊપડે તો આ પછાત, સરહદી અને ગરીબ વિસ્તારની જનતા માટે આશિર્વાદ રૂપ સમાન ટ્રેનો નિવડશે. હાલ આ વિસ્તારની અને પાકિસ્તાનથી પરત આવેલા નિરાશિત ઠાકોર સમાજનાં લોકો સૌરાષ્ટ્રમાં ભાગમાં વાડી રાખીને ખેતી કરે છે. બીજાં ઘણાં લોકો મજુરી કરવા સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં જાય છે. તેમજ સૌરાષ્ટ્રમાં ઘણા યાત્રાધામ છે. વિરપુર શ્રી જલારામ બાપા, ચોટીલા શ્રી ચામુંડા માતાજી મંદિર, જુનાગઢ અને સોમનાથ શ્રી મહાદેવ મંદિર અને સતાધાર, પરબ વાવડી, શ્રી હર્ષદ માતાજી મંદિર અને બીજાં ઘણાં બધાં મંદિરો છે. અને દ્વારકા શ્રી કૃષ્ણ કનૈયાલાલ અને બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિર, બાલારામ આ બધા ધાર્મિક સ્થળોમાં યાત્રાળુઓને રેલ્વે મુસાફરીનો બહોળો લાભ મળે તેમ છે. જેથી ટ્રેનો શરૂ કરવા માંગ ઉઠી છે.

બે સાંસદોએ રેલ મંત્રીને રજૂઆત કરી
આ બાબતે સાંસદ પરબતભાઇ પટેલ અને રાજકોટનાં સાંસદે રેલ મંત્રીને લેખીત અને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. હાલ સૌરાષ્ટ્રની દરેક એસટી બસ ફુલ હોય છે. અને ખાનગી વાહનો વાળા વધુ ભાડા લે છે. ટ્રેનોમાં સસ્તું ભાડું અને મુસાફરી આરામ દાયક હોય માંગ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો