પાટણ શહેરનો વિસ્તાર દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે અને બીજી બાજુ પેટ્રોલ ડિઝલના આસમાને પહોંચેલા ભાવોને લઈને મોંઘવારી અસહ્ય બની રહી છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનો અને સામાન્ય લોકોની સગવડતાને ધ્યાને લઈને પાટણથી નવા બસ સ્ટેશનને જોડતી ધારપુર હોસ્પિટલ સુધીની સીટી બસ સેવા શરૂ કરવા લોકમાંગ ઉઠવા પામી છે.
પાટણ શહેરમાં થોડા સમય પહેલા બે સિટી બસ સેવા ચાલતી હતી જે લોકો માટે ઉપયોગી પુરવાર થઇ રહી હતી. જોકે, સમય જતાં આ બન્ને સીટી બસ બંધ કરી દેવાતા હાલમાં તે નગરપાલિકા કેમ્પસમાં ધૂળ ખાઈ રહી છે. હાલમાં મોંઘવારી બેકાબુ બનતી જઇ રહી છે. પેટ્રોલ ડીઝલ, ગેસના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભાડામાં પણ તેની અસર જોવા મળી રહી છે. તેવા સંજોગોમાં પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ શહેરીજનોને વ્યાજબી ભાડાની સીટી બસ સેવાનો લાભ પૂરો પાડવો જોઈએ તેવો લોક મત પ્રવર્તી રહ્યો છે.
હવે પાટણથી ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી જનારા દર્દીઓ અને લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે પાટણ પાલિકાએ વિઠ્ઠલ ચેમ્બરથી શહેરના મેઇન બજાર માર્ગ થઈ નવા બસ સ્ટેશન અને ધારપુરને જોડતી સીટી બસ સેવા શરું કરવા લોકોની માંગ ઉઠી રહી છે.
ઇલેક્ટ્રિક બસ માટે પાલિકાએ સરકારમાં દરખાસ્ત કરી
આ અંગે પાલિકા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે સિટી બસ પર મળતી ન હોવાથી ઇલેક્ટ્રિક બસ આપવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.