મુસાફરોને હાલાકી:રાધનપુરથી વારાહી,સાંતલપુર,રાપર, ગાંધીધામની ST બસ ચાલુ કરવા માંગ

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંજથી રાત્રે 8 વાગ્યા સુધી એકપણ બસ હોવાથી મુસાફરોને હાલાકી

રાધનપુરથી સાંજે સાડા છ વાગ્યે વારાહી ધામ થઇને સાંતલપુર, સાંજે સાત વાગ્યે રાધનપુરથી વારાહી, સાંજે સાડા સાત વાગ્યે રાધનપુરથી રાપર, અને રાત્રે સાડા આઠ વાગ્યે રાધનપુરથી ગાંધીધામ,ભુજની એસટી બસ ચાલુ કરવા માટે લોકોની માગણી છે. હાલનાં સમયમાં સાંજના સમયથી રાત્રિનાં સાડા આઠ વાગ્યા સુધી એક પણ બસ હોવાથી મુસાફરોને હાલાકી પડી રહી છે.

રાત્રિનાં સમયે વારાહીથી સાંતલપુર, રાપર, આડેસર, સામખીયારી, ભચાઉ, ગાંધીધામ થંઈને ભુજ સુધીનાં ઘણા મુસાફરો હોય છે. જે રાત્રે સ્પેશિયલ ખાનગી વાહન કરીને જવા જોખમ અને ડર લાગે છે. આર્થિક રીતે પણ પરવડે પણ નહીં.

રાધનપુરથી વારાહી, રાધનપુરથી સાંતલપુર, રાધનપુરથી રાપર, અને રાધનપુરથી ગાંધીધામ,ભુજની આ 4 એસ ટી બસ ચાલું કરવામાં આવે તો મુસાફરો માટે સારી અનુકૂળ સુવિધા ઉપલબ્ધ થશે. આ બાબતે એસ ટી બસનાં એમ ડી,ડીસી ,એસ ટી બોર્ડનાં ચેરમેન અને આ વિસ્તારનાં ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, રાજકીય આગેવાનો અને કાર્યકરો દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...