રજૂઆત:સરસ્વતી નદીને નર્મદાના નીરથી જીવંત કરવા માંગ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાલી પડેલા તળાવો ભરવા ધારાસભ્યની રજૂઆત

પાટણ પાસેથી પસાર થતી સરસ્વતી નદી વર્ષોથી સુકી ભઠ્ઠ છે. ત્યારે આ નદીમાં નર્મદાના નીર નાખી નદીને જીવંત કરવા માટે તેમજ પાટણ અને સરસ્વતી તાલુકાના તળાવ સુજલામ સુફલામ અને અન્ય સિંચાઇ કેનાલ મારફતે નર્મદાના પાણીથી ભરવા માટે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 

પશુપાલન અને ખેડૂતો માટે પાણી ઉપયોગી બનશે
ગત વર્ષે થયેલા સારા વરસાદથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ અને મોટા ભાગનાં જળાશયો જીવંત બન્યા છે. પરંતુ પાટણ અને સરસ્વતી પંથકના જળાશયો ખાલીખમ છે અને પાટણ પાસેથી પસાર થતી સરસ્વતી નદી પણ પાણી વગર વર્ષોથી કોરી ધાકોર છે. આ નદીને જીવંત રાખવા માટે કાયમી ભરવા માટેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોજના બનાવી હતી. ત્યારે સરસ્વતી નદીમાં નર્મદાના નીર વહેતા કરવામાં આવે તો આ વિસ્તારના ભૂગર્ભ જળ સપાટી ઉંચી આવતા ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. તાલુકાના તળાવમાં નર્મદાના પાણી નાખીને સંગ્રહ કરવામાં આવે તો પશુપાલન અને ખેડૂતો માટે પાણી ઉપયોગી બનશે

અન્ય સમાચારો પણ છે...