પાટણ શહેરમાં મોહરમ તહેવાર નિમિત્તે તાજીયા જુલૂસ નીકળનાર હોય રૂટ ઉપર મોટા ખાડાઓ હોય તેમજ ભારે ગંદકી સર્જાયેલ હોય મુસ્લિમ બિરાદરના અગ્રણીઓ તેમજ માઇનોરીટી ડિમાન્ટમેન્ટ દ્વારા નગરપાલિકા પ્રમુખને ખાડાઓનું પુરાણ તેમજ સાફ-સફાઈ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી.
પાટણ શહેરમાં મોહરમ નિમિત્તે તાજીયા ઝુલુસ નીકળનાર હોય રૂટ ઉપર ચોમાસાના પર્વને લઈ રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓ તેમજ ભુવા , તેમજ ગંદકી પથરાયેલ હોય લોકોને નીકળવામાં તેમજ તાજીયા જુલૂસ લઈને ફરવામાં ભારે મુશ્કેલી તેમજ જોખમ ઊભું થઈ શકે તેમ હોય મુસ્લિમ સમાજના લોકોની લાગણીને ધ્યાનમાં લઇ યોગ્ય રીતે શહેરમાં ફરી શકે માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે જુલૂસ નીકળનાર રૂટ ઉપર પડેલા ખાડાઓને પુરાણ તેમજ પેચ વર્ક કરવામાં આવે તેમજ રસ્તાઓ પર સર્જાયેલ ગંદકીની સાફ-સફાઈ હાથ ધરવામાં આવે તેવી શુક્રવારે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલને કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના પ્રદેશ મંત્રી ભુરાભાઈ સૈયદ તેમજ મુસ્લિમ બિરાદરના અગ્રણીઓ અને કોંગ્રેસના ભરતભાઇ ભાટિયા સાથે મળી રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.