સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે આવેલ આઇ.ટી.આઇ (ITI) મા 350 થી વધારે તાલીમાર્થીઓ પાટણ, સિદ્ધપુર, ડીસા, શિહોર જેવા વિસ્તારો માંથી આવે છે. વાગડોદ ગામે એસ. ટી બસ સ્ટોપેજ થી આઇ.ટી.આઇ આશરે 1.50 કિ.મી નુ અંતર હોવાથી તાલીમાર્થીઓને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને વિધાર્થીઓને ચાલતા આવવાની ફરજ પડે છે જેના કારણે સમયસર પહોંચવામાં પણ મુશ્કેલી પડે છે.
આઇ.ટી.આઇ થી વેંચવી ગામનું સ્ટેન્ડ 200 મીટર જેટલે જ છે આ જગ્યાએ પણ એસ.ટી સ્ટોપેજ આપવામાં આવે તો તાલીમાર્થીઓ ને ખુબ અનુકૂળતા રહે તેમ હોવાનું વાગડોદ ગામના પુર્વ સરપંચ દિપકભાઇ પરમાર તથા તાલીમાર્થીઓએ કરેલ છે ત્યારે વાગડોદ તા.સરસ્વતી આઇ.ટી.આઇ(ITI) સામે તાલીમાર્થીઓ ના હિત માટે બસ સ્ટોપેજ આપવા તેઓ દ્રારા રાજયના ગૃહમંત્રી સહિત એસટી વિભાગ ના અધિકારીઓ ને રજુઆત કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.