આગેવાનોએ રજૂઆત કરી:સિદ્ધપુરના ડીંડરોલના યુવાનના અકસ્માતમાં મોતને મામલે CID ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાની માગ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામના ચૌધરી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જે મામલે વિવિધ સમાજના આગેવાનો દ્વારા શંકા વ્યક્ત કરી આ અકસ્માતની CID ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે તેવી માગ સાથે LCB પોલીસને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
અજાણ્યો વાહન ચાલક ભાગી છુટ્યો હતો
આ બાબતે આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સિદ્ધપુર તાલુકાના ડીંડરોલના યુવાન મનેશ ભેમજીભાઈ ચૌધરીને લવારા અને કલ્યાણા વચ્ચે અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારી તેમનું મોત નીપજાવ્યું હતું અને અજાણ્યો વાહન ચાલક ભાગી છુટ્યો હતો. જેમાં એક્સિડન્ટ સ્થળની ખાત્રી કરતા અને કરાવતા જાણવા મળ્યું હતું કે, આ અકસ્માત કરવા વાળા વાહન દ્વારા ચૌધરી મનેશને પાછળના ભાગથી ટક્કર મારવામાં આવી હતી. તેમજ લગભગ 300થી 350 ફૂટથી પણ વધારે રોડ પર ઢસડી ચાલક દ્વારા બ્રેક પણ મારવા આવી ન હતી. આ સેડની પહોળાઈ 3 મીટર હોવા છતાં જાણી જોઇને ટક્કર મારી હોય તેવી સંપૂર્ણ શંકા વ્યક્ત કરી આગેવાનો દ્વારા આ અકસ્માતની CID ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાની માગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...