તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:સિદ્ધપુરની ગોકુળ ઇન્ટિગ્રેટેડ લો કોલેજમાં બીકોમ, LLB પરિણામ જાહેર કરવા માંગ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2016ની બેચનાં સેમ 9 અને 10ના પરિણામ જાહેર ન કરાયાં
  • તાત્કાલિક બન્ને સેમ ની પરીક્ષાના પરિણામ જાહેર કરવા કુલપતિને રજુઆત

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ગોકુળ ઇન્ટીગ્રેટેડ લૉ કોલેજમાં અભ્યાસ કરતા બી.કોમ એલ.એલ.બીના 2016ની બેન્ચના સેમિસ્ટર 9 અને 10ની માર્ચ -જૂનની પરીક્ષાઓના પરિણામ લાંબા સમયથી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં વિલંભ થઈ રહ્યો હોઈ વિદ્યાર્થીઓને આગળ એલ.એલ.એમ અભ્યાસક્રમમાં પ્રવેશની અંતિમ તારીખો આવી હોઈ તેમજ કાઉન્સિલની પરીક્ષા પણ આપવાની હોઈ પરિણામ વગર વિદ્યાર્થીઓ વંચિત રહેતા તેમના ભવિષ્ય સામે ખતરો ઉભો થતા મુશ્કેલીમાં મુકાયા છે. તેમનું ભવિષ્ય ન બગડે માટે યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીઓના પરિણામો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિ ડૉ. જે.જે. વોરાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

નિયમો મંજૂર થતા પરિણામ જાહેર કરાશે : પરીક્ષા વિભાગ
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે બી.કોમ એલ.એલ.બી ના અભ્યાસક્રમમાં અભ્યાસ ક્રમ અને પરિણામ જાહેર કરવાના નિયમો એકેડેમિક કાઉન્સિલમાંથી મંજુર થઈને આવતા જ ટૂંક સમયમાં પરિણામો જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...