રજૂઆત:સરસ્વતી તાલુકામાં જે શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરવામા આવી છે તે બદલીઓ રદ કરવા માગ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધના શિક્ષકો દ્વારા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ની શાળાઓમા શિક્ષાત્મક વહીવટી બદલી કરેલ શિક્ષકોની ફાળવેલ જગ્યા તાત્કાલિક ધોરણે રદ્ કરી વધમા પડેલ શિક્ષકો ને ન્યાય આપવાની માંગ સાથે શુક્રવારના રોજ વધમાં પડેલા કેટલાક શિક્ષકો દ્વારા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

વધમા પડેલ શિક્ષકો દ્વારા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને લેખિતમાં અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તા. ૧૧ / ૮ / ૨૦૨૧ ના રોજ શિક્ષા પામેલ બે શિક્ષકોને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધ પાટણ જિલ્લા મથકના નજીકના તાલુકા સરસ્વતીમાં ખોટી રીતે શાળા ફાળવણી કરેલ છે , અમે અરજદાર શિક્ષકો અગાઉ વધમાં સરસ્વતી તાલુકા બહાર ગયેલા છીએ.

શિક્ષણ વિભાગના તા .૫ / ૬ / ૨૦૨૦ ના ઠરાવની જોગવાઈઓ મુજબ પાંચ વધઘટ કેમ્પ સુધી અમે અમારા મૂળ તાલુકામાં પરત આવવા માટેની પ્રથમ તક મેળવવાનો હક ધરાવીએ છીએ, ત્યારે તદ્દન ખોટી તથા શિક્ષાત્મક થયેલ શિક્ષકોને જિલ્લા મથકની નજીકના તાલુકામાં વહીવટી રીતે બદલી કરવાના કારણે અમારા પ્રથમ હક છીનવાઈ રહેલ છે . જે કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરુધ્ધ છે .સરસ્વતી તાલુકાના આશરે 20 જેટલા શિક્ષકો જે 1 થી 5 ના મહેકમ ના હોવા છતાં ઉચ્ચ પ્રા.વિભાગમાં સુપર ન્યુમરી તરીકે કામગીરી બજાવે છે .

જેઓને ચાલુ વર્ષે થનાર વધના શિક્ષક તરીકે ગણવાના છે . જેથી તેઓના હક પણ છીનવાઈ રહેલ છે . ત્યારે સરસ્વતી તાલુકામાં ફાળવેલી જગ્યા સત્વરે રદ કરી વધના શિક્ષકોને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...