માંગ:પાટણ ભૈરવ મંદિર જવાના માર્ગ પરની 3 સોસાયટીઓમાં દબાણો તોડવા માંગ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીના રહિશોએ પાલિકા પ્રમુખ અને સીઓને રજૂઆત કરી

પાટણ શહેરમાં ભૈરવ દાદા મંદિર વિસ્તારની 3 સોસાયટીઓમાં પ્રવેશના એકમાત્ર માર્ગ પર કેટલાક રહીશો દ્વારા રોટલા અને દીવાલોના બાંધકામ કરી દબાણ ઉભુ કરાતાં દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ સાથે સોસાયટીના રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.

પાટણ શહેરમાં વોર્ડ નંબર 2 માં ભૈરવ દાદા મંદિર વિસ્તારમાં મંદિરથી પલ્લવી પાર્ક, વિશ્વધામ અને શાંતિકુંજ સોસાયટીમાં જવાનો મુખ્ય એકમાત્ર માર્ગ હોઈ આ માર્ગ ઓર રહેતા કેટલાક રહીશો દ્વારા મકાનો આગળ ઊંચા ઓટલા અને દીવાલો બનાવી દેતાં રસ્તો સાંડકો થતાં વાહન ચાલકો અને રહીશોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

આ ત્રણેય સોસાયટીના રહીશો સાથે મળી રસ્તાની સમસ્યા દૂર કરવા તાત્કાલિક રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ સાથે શુક્રવારે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત કરી હતી. અને પ્રજા હિતમાં તાત્કાલિક દબાણો દુર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...