પાટણ શહેરમાં ઉતરાયણ ના તહેવારમાં પતંગ માટે ચાઈનીઝ અને પ્લાસ્ટિક દોરીથી નિર્દોષ માણસો અને અબોલા પક્ષીઓ અને અન્ય જીવો માટે અત્યંત ઘાતકી હોઈ તે માટે ચાઈનીઝ અને પ્લાસ્ટિક દોરીના કાયદા હેઠળ પ્રતિબંધ હોવા છતાં શહેરમાં ખાનગી રાહે દોરી નું વેચાણ થઈ રહ્યું છે અને આવી દોરી વેચનાર અને ખરીદનાર ઉપર ચાંપતી નજર રાખવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે એવી જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે.
ઉત્તરાયણ માં અનેક પક્ષીઓ આ ઘાતક ચાઇના પ્લાસ્ટિક દોરી થી ઘાયલ થઈ જીવ ગુમાવે છે સતત ઘાયલ પક્ષીઓ ની સેવા કરતા લોકો ચાઈનીઝ દોરીથી ઘાયલ પક્ષીઓ ના જીવ બચાવી શકતા નથી માટે આ દોરી પર પ્રતિબંધ મુકવો જોઈએ તેવી માંગ સાથે આજરોજ પ્રાણી કલ્યાણ બોર્ડ ગુજરાત તથા જીવદયા સમિતિ ના સભ્ય ધીરુભાઈ પી શાહ એ લેખિત માં કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.