તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયામકને આવેદન:પાટણમાં છેલ્લા 6 મહિનામાં કરાયેલી બદલીની તપાસ કરવા શિક્ષકોની માંગ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમો વિરુદ્ધ બદલીઓ કરાતાં સાચા લાભાર્થી શિક્ષકોને અન્યાય કર્યાની રાવ સાથે શિક્ષકોએ ગાંધીનગરમાં નિયામકને આવેદન આપ્યું

પાટણ જિલ્લામાં તત્કાલીન પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લા ફેરબદલી કેમ્પમાં સીનીયોરીટી પ્રમાણે શિક્ષકોની બદલી કરવાના બદલે નિયમોનું ઉલ્લંઘન કરી નિયમ વિરુદ્ધ કેટલાક શિક્ષકોને મનપસંદ સ્થળ ઉપર બદલી કરી હોવાના આક્ષેપ સાથે પાટણ જિલ્લાના વતની 15થી વધુ શિક્ષકો દ્વારા મંગળવારે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં આવેદન આપી રજૂઆત કરી હતી.

પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા છ સ્થળ બદલી કેમ્પમાં સીનીયોરીટી પ્રમાણે શિક્ષકોની શાળાઓમાં બદલી અને અન્ય જિલ્લામાંથી પાટણ જિલ્લામાં વતનનો લાભ આપવા માટેની બદલીઓ કરી છે. તેમાં તત્કાલીન પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી સાચા શિક્ષકોની બદલી કરવાના બદલે લાયક ના હોવા છતાં શિક્ષકોની જિલ્લામાં મનપસંદ સ્થળ ઉપર બદલી કરી હોય અનેક સાચા લાભાર્થી શિક્ષકોને અન્યાય થયો હોવાની રાવ સાથે તત્કાલીન શિક્ષણાધિકારી દ્વારા કરેલી બદલીઓમાં નિયામક દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે 15 થી વધુ શિક્ષકો દ્વારા નિયામક કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...