તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Demand Of Students To Conduct Online Exams Instead Of Offline, BA B.Com Sem 5 And MSc IT Sem 3 Examinations Will Be Held To Prevent The Transition Of Coro.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:કોરોના સંક્રમણ અટકાવવા ઓફલાઈનને બદલે ઓનલાઈન પરીક્ષા યોજવા વિદ્યાર્થીઓની માંગ, બી.એ-બી.કોમ સેમ -5 અને એમએસસી-આઈટી સેમ 3ની પરીક્ષા યોજાશે

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલપતિને છાત્રોએ રજૂઆત કરતાં માત્ર આશ્વાસન મળ્યું, કુલપતિનું ઘટતું કરવા આશ્વાસન

યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને લઇ પ્રથમવાર ઓફલાઈનની સાથે ઓનલાઇન પરીક્ષાઓ લેવાનો નિર્ણય લઇ પરીક્ષાઓ બે ભાગમાં વહેંચીને લેવામાં આવી રહી છે. ત્યારે માર્ચની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે દિવાળી પર લેવામાં આવતી ઓક્ટો ડિસેમ્બરની પરીક્ષાઓમાં યુનિવર્સિટી દ્વારા કેટલાક સેમિસ્ટરોની ઓનલાઇન અને કેટલાક સેમિસ્ટરોની ઓફલાઈન એમ બે રીતે લેવામાં આવનાર હોઈ બી.એ અને બી.કોમ સેમ 5 તેમજ એસ.એમ.સી.આઈ.ટી સેમ 3 ના છાત્રોની ઓફલાઈન પરીક્ષાઓ લેવામાં આવનાર હોઈ હાલમાં વધતા કેસોને લઇ સંક્રમિત થવાનો ભય ઉપરાંત કોલેજો બંધ હોઈ બધા છાત્રો ઘરે ફક્ત પરીક્ષા માટે જ કોલેજોમાં આવવાની ફરજ પડશે.

ઉપરાંત તેમને રહેવા અને ખાવાની મુશ્કેલીઓ ઉભી થશે જેથી તેમની પરીક્ષાઓ પણ ઓફલાઈનના બદલે ઓનલાઇન જ લેવામાં આવે તેવી માંગ સાથે 1 ડિસેમ્બરના રોજ કુલપતિને રજુઆત કરવામાં આવતા બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે તેવી હૈયાધારણા મળતા ફરી છાત્રો શુક્રવારે વહીવટી ભવનમાં આવી કુલપતિ સમક્ષ નિર્ણય લેવાની માંગ કરી હતી. પરંતુ કુલપતિ દ્વારા આ બાબતે પરીક્ષા વિભાગને જાણ કરાઈ હોઈ વિચારણા બાદ નિર્ણય લઈશું તેવો જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો