રજૂઆત:ખોરસમ પાટણ પાઈપ લાઈન મારફતે 3 કિ.મી.ના વિસ્તારમાં અપાતા પાણીની મર્યાદામાં વધારો કરવા ખેડુતોની માંગ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ખેડૂત આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી
  • ખોરસમ પાટણ પાઈપ લાઈન મારફતે 3 કિ.મી.ના વિસ્તારમાં અપાતા પાણીની મર્યાદામાં વધારો કરવા ખેડુત આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

પાટણ પંથકના ગલોલીવાસણા, સેધા સેવાળા, સેઢાલ, ધરમોડા, સરદારપુરા, ઈલમપુર, રાજપુર, સબોસણ, મહેમદપુર, સરસાવ અને ફિચાલ ગામના ખેડૂતો દ્વારા બુધવારના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી સુજલામ સુફલામ્ યોજના પાઈપ લાઈન મુજબ ખોરસમ પાટણ પાઈપ લાઈનથી તળાવો ભરવાં માટે અને 3 કિ.મી.ના અંતર સુધીનાં તળાવ ભરવાની મર્યાદા રદ્દ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

ઉપરોક્ત ગામોના ખેડુત આગેવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખોરસમ પાટણ પાઈપ લાઈન મારફતે 3 કિ.મી.ના અંતરમા અપાતું પાણી ઉપરોક્ત વિસ્તારોના ગામો સુધી પહોંચતું નથી તો જે પણ ગ્રામ્ય વિસ્તારોમાં 3 કી.મી નાં અંતર માં પાણી પહોચે છે. ત્યાં પાણીનો વ્યવ થતો હોય છે ત્યારે આ 3 કિ.મી.પાઈપ લાઈન દ્વારા તળાવ ભરવાની મર્યાદા તાત્કાલિક અસરથી દુર કરી આ અંતર મર્યાદામાં વધારો કરીને ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવામાં આવે તેવી રજૂઆત ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...