તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટી દ્વારા સ્નાતક સેમ-2 અને સેમ-4ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાની માગ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને સેમેસ્ટરના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા ફી માફીની માગ કરાઈ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા સ્નાતકમાં સેમ 2 અને 4 ના છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવા છતાં કોલેજો દ્વારા પરીક્ષા ફી ઉઘરાવવામાં આવતી હોઈ ફી લેવામાં ના આવે અથવા ખર્ચ માટે ફી લેવામાં આવે તો 50 ટકા રાહત આપવામાં આવે તેવી માંગ સાથે શનિવારે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સીટીમાં રજુઆત કરવામાં આવી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા કોરોના મહામારીને લઇ સરકારની સૂચના મુજબ સ્નાતક કક્ષાના અભ્યાસમાં સેમિસ્ટર 2 અને 4 ના છાત્રોને પરીક્ષા વગર જ પાસ કરી તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. અને તેમની પરીક્ષા પણ ન લેવાઈ હોવા છતાં કોલેજો દ્વારા પરીક્ષા ફી લેવામાં આવી રહી છે તો સત્વરે કોલેજોને ફી ન લેવા અથવા ફી માં 50 ટકા રાહત આપવામાં આવે તો યુનિ દવરા ટયુશન ફી માં 15 ટકા ફી માફી કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે છતાં અમુક mba કોલેજો લાગુ નથી થયો તો અત્યારે નવા પરીક્ષા ના પરિપત્ર માં ફી વધારો કરી દેવામાં આવ્યો છે તે ધ્યાને લઈ કાર્યવાહી કરવાની માંગ સાથે એનએસયુઆઇ દ્વારા શનિવારે યુનિવર્સીટીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...