• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Demand For Suspension Of Recruitment On The Ground Of Non compliance Of Rules In The Recruitment Process Of The University

રજૂઆત:યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં નિયમોનું પાલન ના કરાયાની રાવ સાથે ભરતી સ્થગિત કરવા માંગ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાટણ ધારાસભ્ય દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ચાલી રહેલ ભરતી પ્રક્રિયામાં યુનિવર્સિટીની જોગવાઈ અને સરકારની સૂચનાઓને નજર અંદાજ કરવામાં આવી હોવાની રાવ સાથે પાટણ ધારાસભ્ય દ્વારા આ મામલે તપાસ કરી ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે તેવી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર, ડેપ્યુટી રજીસ્ટ્રાર નાયબ ઇજનેર , એકાઉન્ટ ઓફિસર ગ્રંથપાલ સહિતની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જે અંગે નિમણૂક પ્રક્રિયા પણ કરાઈ રહી છે.

જેમાં જાહેરાતમાં મહિલા અનામતને ધ્યાને લેવાઇ ના હોય, ભરતી પરીક્ષામાં ઉમેદવાર અને પૂરતો સમય આપવામાં ન આવ્યો હોય, યુનિવર્સિટીની જોગવાઈઓ તેમજ સરકારની સૂચનાઓ નજર અંદાજ કરી ભષ્ટ્રાચાર આચરવા ઝટપટ પ્રક્રિયા કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આ ભરતી પ્રક્રિયા મામલે તપાસ કરી હાલમાં ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે તેવી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.

ધારાસભ્યના આક્ષેપ નકાર્યા, યુનિવર્સિટીએ સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક ગણાવી આ બાબતે યુનિ.ભરતી કમિટીના સભ્ય જણાવ્યું હતું કે સમગ્ર ભરતી પ્રક્રિયા સરકારના માર્ગદર્શન લઈ મંજૂરી સાથે અને સરકારી પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી રહી છે. કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરાયું નથી. ભરતી પ્રક્રિયા રોકવા માટે ખોટા આક્ષેપો કરાયા છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...