રજૂઆત:પાટણ રેલવે ગરનાળા હાઇવે પર ટ્રાફિક નિયમન માટે પોલીસ પોઈન્ટ મુકવા માંગ

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક પોલીસના બે કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના જવાનોનો પોઈન્ટ મુકવા રજૂઆત
  • સિદ્ધપુર, ઊંઝા અને ચાણસ્માથી શહેરમાં પ્રવેશવા માટે મુખ્ય માર્ગ હોઈ ભારે વાહનોની અવરજવર રહેતાં ટ્રાફિક

પાટણ શહેરમાં પ્રથમ રેલવે ગરનાળા વિસ્તારમાં વાહનોની અવર જવર વધતાં દિવસભર ટ્રાફિક જામને લઈ વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેથી ટ્રાફિકના નિયમન માટે સ્પેશિયલ ટ્રાફિક પોઈન્ટ મુકવા વાહનચાલકોની માંગ ઉઠી છે.પાટણ શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર થોડી થોડી વારમાં રેલવે ફાટક બંધ થતું હોઈ સિદ્ધપુર, ઊંઝા અને ચાણસ્મા તરફથી આવતા વાહનો શહેરમાં પ્રવેશવા માટે રેલવે ગરનાળા હાઈવે ઉપરથી જ અંદર આવી રહ્યા હોઈ દિવસ પર ભારે વાહનોની અવરજવર જોવા મળી રહી છે.

ત્યારે દિવસમાં ઘણા રસ્તાઓ સાંકડા હોઈ ત્યારે વાહન આવી જતાં ટ્રાફિક જામ પણ થઈ જાય છે. ત્યારે વાહન ચાલકોને પંદરથી વીસ મિનિટ સુધી ફસાઈ જવાનો વારો આવે છે. ત્યારે વાહન ચાલકોના હિતમાં તેમજ ગરનાળા પાસે સર્જાતા ટ્રાફીક જામની સમસ્યા દૂર થાય તે માટે ટ્રાફિક નિયમન કરવા માટે સ્પેશ્યલ ટ્રાફિક પોલીસના બે થી વધુ ટ્રાફિક બ્રિગેડ કર્મચારીઓને ઉભા કરવામાં આવે અને ટ્રાફિકનું નિયમન કરવામાં આવે તો વાહન ચાલકોને પડતી હાલાકી દૂર થશે અને વાહન ચાલકોને પણ પસાર થવામાં સહકાર રહેશે. જેથી શહેરના આ રેલવે ગરનાળા પાસે પોલીસ દ્વારા સત્વરે ટ્રાફિક પોઈન્ટ મુકવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...