રામ ભરોસે:પાટણના પમ્પિંગ સ્ટેશનોમાં ઓપરેટરોની સુરક્ષા માટે સુવિધાઓ ઉભી કરવા માંગ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 પમ્પિંગ સ્ટેશનો હાલમાં રામ ભરોસે સુવિધાઓથી વંચિત

પાટણ શહેરમાં આવેલ પાલિકાના પમ્પિંગ સેન્ટરોમાં સુવિધાઓના અભાવે ઓપરેટરોના જીવ જોખમમાં મુકાવવા સહિત ફરજ દરમિયાન ભારે મુશ્કેલી પડતી હોઈ સુવિધાઓ ઉભી કરવામાં આવે તેવી વિરોધ પક્ષના નેતા દ્વારા પાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં પ્રજાને પીવાનું પાણી આપવામાં આવતા 16 જેટલા પમ્પિંગ સેન્ટરો આવેલા છે. મોટાભાગના પમ્પિંગ સેન્ટરો સાફ સફાઈ વગર ગંદકીથી ખદબદી રહ્યા હોઈ ઉપરાંત સ્ટેશનો પર બોરનું કરવામાં આવેલ વાયરિંગના સાંધા મરેલા વાયરો વાળું હોય તેમજ અંદર ઓપરેટરોને રહેવા માટેની ઓરડી પણ હાલમાં જર્જરિત હાલતમાં હોઈ સ્ટેશનો પર દુર્ઘટના સર્જાવાની સંભવાનાઓ જોવા મળી રહી છે.

તાજેતરમાં પાટણ શહેરના ખાન સરોવર પાસે આવેલ પમ્પિંગ સ્ટેશનમાં કર્મચારીને વીજ કરંટ લાગવાનો બનાવ બન્યો છે. જેથી પમ્પિંગ સ્ટેશનના તમામ ઓપરેટરોની સુરક્ષા અને સુવિધા માટે સત્વરે પાલિકા દ્વારા આપવામાં આવેલ ઠેકાઓ વાળાઓને અથવા જાતે પમ્પિંગ સ્ટેશનો પર સુવિધાઓ ઉભી કરવામાં આવે તે માટે પાલિકાના વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયા દ્વારા પાલિકા પ્રમુખ સ્મિતા પટેલને શુક્રવારે લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...