રજૂઆત:જિલ્લામાં મા કાર્ડ રિન્યૂ કરવા અને નવા કાઢી આપવા માંગ

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર માટે પરેશાની વધી
  • જિલ્લા ભાજપના પ્રમુખ સહીત સભ્યોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

પાટણ જિલ્લામાં હાલમાંમાં નવીન માં કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોઈ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને ભારે હાલાકી પડી રહી હોઈ સત્વરે જિલ્લામાં માં કાર્ડ રીન્યુ કરવા સહીત કામગીરી શરૂ થાય તે માટે જિલ્લા ભાજપના સભ્યો દ્વારા કલેક્ટરને મૌખિક રજુઆત કરવામાં આવી હતી.

પાટણમાં કોરોના કાળ વચ્ચે મધ્યમ અને ગરીબ વર્ગ માટે આર્થિક સહારા સમાન માં કાર્ડ કાઢવાની અને રીન્યુ કરવા સહિતની કામગીરી હાલમાં તમામ મામલતદાર કચેરીઓમાં બંધ છે ત્યારે દર્દીઓને સારવાર માટે કાર્ડની અવધિ સમાપ્ત થવા ઉપરાંત નવા કાર્ડ ન મળતા દર્દીઓને મોટી હોસ્પિટલોમાં સારવાર માટે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.ત્યારે સત્વરે જિલ્લામાં માં કાર્ડ કાઢવાની તંત્ર દ્વારા વૈકિલ્પક વ્યવસ્થા કરી શરૂ કરવામાં આવે તેવી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ,તાલુકા ડેલિગેટ નરેશ પરમાર સહિતના ભાજપના સભ્યો દ્વારા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટીને મળીને રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...