તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Demand For Release Of Narmada Water In Rupen River Passing Through Shankheshwar Taluka, Farmers Of 10 Riverside Villages Are Waiting For Water To Take Winter Crops

હાલાકી:શંખેશ્વર તાલુકામાં પસાર થતી રૂપેણ નદીમાં નર્મદાના પાણી છોડવા માંગ, શિયાળુ પાક લેવા નદી કાંઠાના 10 ગામના ખેડૂતો પાણીની રાહ જોઈ રહ્યા છે

શંખેશ્વર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂપેણ નદીમાં નર્મદાના પાણી છોડવા કાંઠાના ખેડુતોની માંગ ઉઠી છે. - Divya Bhaskar
રૂપેણ નદીમાં નર્મદાના પાણી છોડવા કાંઠાના ખેડુતોની માંગ ઉઠી છે.

વઢિયાર પંથકના શંખેશ્વર તાલુકાના રૂપેણ નદીકાંઠાના 10 ગામોના ખેડૂતો શિયાળુ પાક જીરાનું વાવેતર કર્યું છે અને કાંઠા વિસ્તારમાં નર્મદાના કેનાલના પાણી પહોંચતા નથી અને ખેડૂતોને નદીમાંથી મશીનો દ્વારા પાણી લઇ મોલ લેવાનો હોય છે પરંતુ 15 દિવસ થવા છતાંય નદીમાં રેલો છોડવામાં નહીં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને નદીમાં પાણી છોડવાની માંગ કરી છે.

વઢિયાર પંથકમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાથી ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં સોનાની લગડી ગણાતા શિયાળુ જીરાના પાકનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે,તેમજ નદીકાંઠાના વિસ્તારમાં નર્મદાની કેનાલના પાણી પહોંચતા નથી અને ખેડૂતો નદીમાં છોડવામાં આવતા પાણીના રેલામાંથી મોલ લેતા હોય છે ત્યારે દિવાળી ગયાને 15 દિવસ થઈ ગયા હોવા છતાંય અને ખેડૂતોની વારંવાર રજુઆત કરવા છતાંય પાણી છોડવામાં નહીં આવતા નદી કાંઠાની જમીન ધરાવતા ધનોરા, મકોડીયા, પાડલા, રતનપુરા, શંખેશ્વર, બોલેરા, કંચનપુરા, પીરોજપુરા, સુબાપુરા, તારાનગર જેવા 10 ગામોના નાના ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે અને ખેડૂતોને હેરાન કર્યા વગર તંત્ર દ્વારા રૂપેણ નદીમાં શિયાળુ પાક લેવા પૂરતું પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...