તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:એઈડસ કંટ્રોલ સોસાયટીના કર્મીઓના પગાર સહિતના પ્રશ્નો નિવારવા માંગ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એચ. આઇ. વી - એ.આર. ટી ના કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન  અપાયું. - Divya Bhaskar
એચ. આઇ. વી - એ.આર. ટી ના કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન અપાયું.
  • કર્મચારીઓએ સરકાર સામે દેખાવો કરી કલેકટરને આવેદન પત્ર આપ્યું

ધારપુર ખાતે ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટી અંતર્ગત ચાલતા એઆરટીના કર્મચારીઓએ પગાર અને કરારની અન્યાયી શરતોના પડતર પ્રશ્નો સરકાર દ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાટણમાં ગુરુવારે કલેકટર કચેરી ખાતે ધારપુર મેડિકલ કોલેજ ખાતે આવેલા એ.આર.ટી સેન્ટરના કર્મચારીઓ પ્રશ્નો સહિત કેન્દ્ર સરકારની નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની એચઆર પોલિસી મુજબ કરાર કરવા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રત્યુત્તર ન આપતા સત્વરે સરકાર દ્વારા તેમના પગાર બાબતનો યોગ્ય નિર્ણય લઈ તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. એઈડસ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓએ રજૂઆતમાં સરકાર દ્વારા માંગણીઓ સંતોષવા કલેક્ટરને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...