• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Demand For Recruitment In Five Basic Health Oriented Departments In The Health Center, Application Form Was Given To Patan District Administration.

રજૂઆત:આરોગ્ય કેન્દ્રમાં પાયાના પાંચ આરોગ્યલક્ષી વિભાગોમાં ભરતી કરવા માંગ, પાટણ જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર અપાયું

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી

પાટણ જિલ્લા સહિત રાજ્યભરના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાયાના પાંચ આરોગ્યલક્ષી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર શિક્ષિત બેરોજગારોની ભરતી કરવા માગ કરાઇ હતી. સેનેટરી ઇન્સ્પેકટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા સોમવારે પાટણ જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સેનેટરી ઈન્સપેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, છેલ્લા 5 વર્ષથી વિકાસશીલ ગુજરાતમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ-મુખ્ય સેવિકા-લેબટેકનીશીયન અને ફાર્માસીસ્ટની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં આજદિન સુધી ભરતી કરવામાં આવી નથી. 24 નવેમ્બર 2016માં ભરતી કર્યા બાદ આરોગ્યના પાયાના પાંચ જેટલા વિભાગોમાં 7 હજારથી વધુ ખાલી જગ્યાઓ ઉપર શિક્ષિત બેરોજગાર યુવાનોની ભરતી કરવામાં આવે તો તેઓને રોજગારી મળી શકે તેમ છે.

કોરોનાની સંભવિત ત્રીજી વેવને પગલે આરોગ્યના પાયાના પાંચ વિભાગોના કર્મચારીઓ સેવાઓ આપી રહ્યા છે. ત્યારે તેઓની સાથે પણ આ ભરતી કરવામાં આવે તો વધુ સારી આરોગ્યની સેવાઓ આપી શકાય તેમ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ગ્રામ્યકક્ષાએ એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ મુખ્ય સેવિકા, લેબ ટેકનીશીયન અને ફાર્માસીસ્ટ જે પાયાના કર્મચારી ગણાય છે. તેઓ કોરોના કાળમાં આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડે છે. ત્યારે આવા શિક્ષિત બેરોજગારોની રજૂઆતને ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી જિલ્લાના 1 લાખથી વધુ ઉમેદવારોએ સોમવારના રોજ જુદા જુદા જિલ્લાઓમાં આવેદનપત્ર આપી માંગ કરી હોવાનું સેનેટરી ઈન્સપેક્ટર બેરોજગાર યુવા સમિતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...